મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્વારકામાં ફૂલડોલ મહોત્સવને પગલે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર, પદયાત્રીઓ માટે અનેક કેમ્પમાં અઢળક સુવિધાઓ

યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો

દ્વારકામાં ફૂલડોલ મહોત્સવને પગલે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર, પદયાત્રીઓ માટે અનેક કેમ્પમાં અઢળક સુવિધાઓ

યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ પદયાત્રા કરીને દ્રારકા પહોંચી રહ્યા છે.

યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફુલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોઈ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળીયા ઠાકોરની સાથે રંગે રમવા ફુલડોલ મહોત્સવ દરમ્યાન પગપાળા આવી રહયા છે. સમગ્ર રાજ્યમાંથી દૂર દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃધ્ધાઓ પણ કાન્હા સંગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે. અને દ્વારકા તરફ જતાં તમામ માર્ગો પર પગ પાળા જતાં ભક્તોનું ઘોડાપુર વહી રહ્યું હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુને કોઇ તકલીફ ન પડે તે માટે દ્રારકા તરફ જતાં રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. ઠેક ઠેકાણે સેવા કેમ્પો લગાડયા છે અને જેમાં પદયાત્રિકો ને ચા, નાસ્તો, જમવાનું તેમજ આરમ કરવા માટેની તેમજ નાવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. તો પગપાળા જતા શ્રદ્ધાળુઓને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવા આવી રહી છે. તો પગપાળા જતાં યાત્રાળુનો થાક ઉતારવા અહીં ડીજેના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે ત્યારે દ્રારકા જતા તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગુંજી રહો છે.

ધુળેટીના પર્વ પર દ્રારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે પરંતુ, ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્રારકા આવે છે અને પગપાળા દ્રારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે. તો દર વર્ષે હોળીકા દહન થઇ ગયા બાદ ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. આગામી 14 તારીખે બપોરે 01:30થી 02:30 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં ભાગ લેવા મોટી સનખ્યાં યાત્રાળુ અહીં પધારી રહ્યા છે.

ભગવાન દ્વારકાધીશ સંગ હોળી ફુલડૉલ મહોત્સવ ઉજવવા માટે મોટી સંખ્યામાં ભક્તો પધારી રહ્યા છે જેને પગલે દ્વારકા તરફ જતા માર્ગ ઉપર વાહનોની લાંબી કતાર લાગી છે. જામનગર - દ્વારકા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા હતા. ખંભાળિયા ટોલપ્લાઝા નજીક તેમજ હાઇવે રોડ પર અનેક જગ્યાએ વાહનોની લાંબી કતારોના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફુલડોલ ઉત્સવ પહેલા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. હાઈવે પર 5 કિલોમીટર જેટલી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેને પગલે ટ્રાફિક જામ સર્જાતા પદ યાત્રિકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો