દ્વારકામાં મીઠી નીંદર માણી રહેલા ખેડૂતની અજાણ્યા શખ્સોએ આવીને કરી હત્યા, પોલીસ તપાસ શરુ
ગુજરાતભરમાં જાણે હત્યાનો સિલસિલો યથાવત રુપે જોવા મળી રહ્યો છે તેમ દ્વારકામાંથી હત્યાના સમાચાર સામે

ગુજરાતભરમાં જાણે હત્યાનો સિલસિલો યથાવત રુપે જોવા મળી રહ્યો છે તેમ દ્વારકામાંથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. દ્વારકા જીલ્લાના મણિપુર હાબરડી ગામે ખેડૂત પુત્રની હત્યાની ઘટના સામે આવી રહી છે. મણિપુર હાબરડી ગામના 40 વર્ષીય ખેડૂત વીરા દેવસી કરમુરની હત્યાની ઘટના સામે આવી છે. વીરા દેવશી કરમુર નામનો ખેડૂત પોતાની વાડીએ ખાટલા પર સૂતો હતો જ્યાં અચાનક અજાણ્યા માણસો આવીને ખેડૂતની હત્યા કરવામાં આવી હતી.
ભોગ બનનાર ખેડૂત મીઠી નીંદર માણી રહ્યો હતો અને અજાણ્યા શખ્સોએ આવીને તેમનું ગળું દબાવી હત્યા કરી હોય તેવું પોસ્ટમોર્ટમમાં સામે આવતા કલ્યાણપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 40 વર્ષીય યુવાનની હત્યા કરી હત્યારા નાસી છૂટવાની ઘટના સામે આવતા કલ્યાણપુર પોલીસ એકશન મોડમાં આવી છે અને ખેડૂતના હત્યારાઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યા કોણે કરી? શા માટે કરી ? કેવી રીતે કરી? ક્યારે કરી? અને હત્યામાં કોણ કોણ સામેલ હતું જેવા અનેક પ્રશ્નો સાથે કલ્યાણપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




