દ્વારકાના 32 ગામમાં અનઅધિકૃત દબાણો સાથે 106 ધાર્મિક દબાણો હટાવવા માટે નોટિસ
ગુજરાતભરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી યથાવતરુપે જોવા

ગુજરાતભરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી યથાવતરુપે જોવા મળી રહી છે. એવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા વધુ એક વખત ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ કલ્યાણપુર તાલુકાના 32 ગામમાં થયેલા અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જગ્યા પર થયેલા 106 ધાર્મિક દબાણોને તંત્રએ નોટિસ પાઠવી છે. વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં સરકારી જમીન પર થયેલા 106 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે.
કલ્યાણપુર તાલુકાના મામલતદાર આર.એચ.સુવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે સરકારી જમીન પરના તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે કટિબદ્ધ છીએ. આ ઝુંબેશનો હેતુ સરકારી જમીનને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવાનો છે.




