મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્વારકામાં 24 વર્ષીય યુવા ભાજપ નેતાનું અચાનક હાર્ટ એટેકથી થયું મોત

એક સમય હતો જ્યારે હાર્ટ એટેક જેવી બીમારીઓ પુખ્ત કે વૃદ્ધસ્થ લોકોમાં જોવા મળતી હતી, પરંતુ છેલ્લા ઘણા

દ્વારકામાં 24 વર્ષીય યુવા ભાજપ નેતાનું અચાનક હાર્ટ એટેકથી થયું મોત

એક સમય હતો જ્યારે હાર્ટ એટેક જેવી બીમારીઓ પુખ્ત કે વૃદ્ધસ્થ લોકોમાં જોવા મળતી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં તેમજ બાળકોમાં પણ હાર્ટ એટેક જેવી ગંભીર બિમારીઓ જોવા મળી રહી છે અને તે ઘણી ચિંતાનો વિષય બની રહ્યું છે. હજુ થોડાં દિવસ પહેલાં જ એક વરરાજાને ઘોડા પર બેઠા બેઠા હાર્ટ એટેક આવ્યો હતો. તેમજ જસદણમાં પણ એક 11 વર્ષીય બાળકનું પણ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. એવામાં દ્વારકા જિલ્લામાં યુવાનોમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં રહેતા દિવ્યેશ નિલેશભાઈ જોશી નામના 24 વર્ષીય યુવકને અચાનક જ છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જેનાં થોડા જ સમય બાદ યુવકનું મૃત્યુ થયું હતું. ભાજપ શહેર યુવા મોરચાના ઉપ પ્રમુખ એવા આશાસ્પદ યુવકના મૃત્યુથી બ્રહ્મ સમાજમાં શોકનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો