જસદણ: જંગવડ ગામના 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત, અચાનક હૃદયમાં દુખાવો ઉપડતાં માસૂમ ઢળી પડ્યો
રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે

રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે જસદણ તાલુકાના જંગવડ ગામમાં 11 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો હતો. બાળકનું હાર્ટફેલ થઈ જતા મોત નિપજ્યું હતું. જંગવડ ગામમાં ધોરણ 5માં ભણતા બાળકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
માસૂમને દુખાવો વધતા તે ઢળી પડ્યો
માસૂમને દુખાવો વધતા તે ઢળી પડ્યો હતો. પરિવારના સભ્યો માસૂમને આનનફાનનમાં તાત્કાલિના ધોરણે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
માસૂમની ઓળખ હેતાશ રશ્મિકાંત દવે તરીકે થઈ
માસૂમની ઓળખ હેતાશ રશ્મિકાંત દવે તરીકે થઈ છે. 11 વર્ષના બાળકે જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં મહાકુંભમાં તાલુકા કક્ષાએથી મેદાન માર્યું હતું. બાળકના મોતથી પરિવાર ભાંગી પડ્યો હતો.






