પાટડી ગેસ ગળતર મામલો: ચીફ ઓફિસર સહિત 3 અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ, બે યુવાનોના થયા હતા મોત
પાટડી શહેરમાં ભૂગર્ભ ગટરના સંપની સફાઈ દરમિયા બે કર્મચારીઓના ગેસ ગળતરને કા

પાટડી શહેરમાં ભૂગર્ભ ગટરના સંપની સફાઈ દરમિયા બે કર્મચારીઓના ગેસ ગળતરને કારણે મૃત્યુ થયા હતા. બંને કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરમાં કામ કરવા મોકલવામાં આવ્યા હતા. ગટરમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે બંને કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેઓ બેભાન થઈ ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું.
પાટડી ગેસગળતરની ઘટનામાં 2 યુવકોના મોત મુદ્દે તંત્રે મોટું એક્શન લીધું છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત 3 અધિકારીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચીફ ઓફિસર એસ.આઈ અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મૃતકના પરિવારે પોલીસ મથકે ગુનો નોંધવા લેખિત ફરિયાદ કરી
બંને કર્મચારીઓના ગેસ ગળતરથી મોતના મામલે પરિવારજન બળદેવભાઈ પાટડીયાએ પાટડી પોલીસ મથકે ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ, સેનેટરી ઈન્સ્પેક્ટર હર્ષદભાઈ અને મુખ્ય કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ સામે સેફટીના સાધનો પુરા નહીં પાડી બેદરકારી દાખવતા બંને કર્મચારીઓના મોત નીપજ્યા હોવાની લેખિત ફરિયાદ પાટડી પોલીસ મથકે કરી હતી અને તમામ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: બોટાદ નગરપાલિકની મધ્યસત્ર ચૂંટણી યોજાશે, 11 વોર્ડની 44 બેઠક માટે આ તારીખથી ભરાશે ફોર્મ
જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ
પાટડી પાલિકાના કોન્ટ્રાક્ટબેઈઝ એક સગીર સહિત બે કર્મચારીઓને સેફટીના સાધનો વગર ભુગર્ભ ગટરની કામગીરી સોંપવામાં આવતા બન્નેના સેફટીના સાધનોના અભાવે મોત નીપજ્યા હોવાનો પરીવારજનો સહિત સમાજના આગેવાનોએ પાલિકા તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કર્યો હતો.






