મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં ભાજપના મહિલા MLAનું નામ લઈને અભદ્ર ઈશારો કરનાર શખ્સની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી

Vadodara News : વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિકોમાં ભાજપ નેતાઓ સામે

વડોદરામાં ભાજપના મહિલા MLAનું નામ લઈને અભદ્ર ઈશારો કરનાર શખ્સની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી

Vadodara News : વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિકોમાં ભાજપ નેતાઓ સામે ભારોભાર આક્રોશ છે. ભાજપ નેતાઓ, સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો રાશનકીટ વિતરણમાં જતા સ્થાનિકો તેમનો વિરોધ અને તિરસ્કાર કરી રહ્યાં છે.  આવામાં ભાજપના મહિલા MLA વિશે અભદ્ર ઈશારો કરનાર શખ્સની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. 

MLA મનીષા વકીલ સામે ગુસ્સો ઠાલવનારની અટકાયત 

વડોદરાના હરણી વિસ્તારમાં ભાજપ MLA મનીષા વકીલનું નામ લઈને અભદ્ર ઈશારો કરનાર કુલદીપ ભટ્ટની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. પોલીસે આ શખ્સ વિરુદ્ધ મહિલા વિરૂદ્ધ અભદ્ર ઇશારાનો તેમજ જાહેરમાં ધમકી ઉચ્ચારવાનો પણ પોલીસે ગુનો નોંધ્યો છે.  સાથે વાયરલ વિડિયો અંગે સ્થાનિક મીડિયાને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને મીડિયા પ્રતિનિધિઓને પોલીસે જવાબ લેવા બોલાવ્યાં છે. 

ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે કોંગ્રેસનો હોબાળો

ભાજપ MLA મનીષા વકીલનું નામ લઈને અભદ્ર ઈશારો કરનાર કુલદીપ ભટ્ટની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરતા કોંગ્રેસ નેતાઓએ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે હોબાળો કર્યો હતો અને કોંગ્રેસ કાર્યકરો ક્રાઇમ બ્રાન્ચ ખાતે ધરણાં પર બેસી ગયાં હતા. કોંગ્રેસે ભાજપ પર તાનાશાહી ચલાવવાનો અને ભાજપનાં ઇશારે પ્રજા પર કેસ કરાઇ રહ્યાનો આરોપ લગાવ્યો હતો. 

હરણીમાં મનીષા વકીલે હાથ જોડીને જતા રહેવું પડ્યું હતું 

વડોદરામાં પુર બાદ હવે આક્રોશનું ઘોડાપુર યથાવત જોવા મળ્યું. વિધાનસભાના દંડક બાળુ શુક્લ લોકોનાં રોષનો શિકાર બન્યા બાદ વધુ એક ધારાસભ્યનો લોકોએ ઘેરાવો કર્યો હતો. વાડી શહેરનાં મહિલા ધારાસભ્ય મનીષા વકીલનો સ્થાનિક લોકોએ હરણી વિસ્તારમાં ઘેરાવો કર્યો હતો. સ્થાનિક લોકોએ મહિલા ધારાસભ્યને હાથ જોડી જતાં રહેવાં કહ્યું હતું.

આ સમાચાર શેર કરો