મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભાઈચારો વધારવાના હેતુથી યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ, રાજ્યભરના 120થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ

સુરત મુસ્લિમ લીગ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-5નું આયોજન રાંદેર ઈસ્લામીયા જીમખાના ખાતે

સુરતમાં ભાઈચારો વધારવાના હેતુથી યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ, રાજ્યભરના 120થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ

સુરત મુસ્લિમ લીગ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-5નું આયોજન રાંદેર ઈસ્લામીયા જીમખાના ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ મેચ સ્પાર્ટન ઇલેવન તેમજ તાજ ડેવલોપર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં તાજ ડેવલોપરે ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો. જેથી વિજેતા ટીમને ટ્રોફિ તથા ઈનામી રાશી આપવામાં આવી હતી.

8 ટીમોએ ભાગ લીધો

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાંદેર ઈસ્લામીયા જીમ ખાનામાં સુરત મુસ્લિમ લીગ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 5 નુંઆયોજન કરાયું હતું. જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સમગ્ર ગુજરાતના 120 જેટલા ખેલાડીઓ રમ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ દોઢ મહિના સુધી ચાલી હતી. ફાઇનલ મેચ સ્પાર્ટન તેમજ તાજ ડેવલોપર વચ્ચે રમાઈ હતી. જેમાં તાજ ડેવલોપરનો વિજય થયો હતો. ટુર્નામેન્ટમાં હાજર રહેલા મહેમાનોના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી તેમજ 70 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. ફાઇનલમાં રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ 35000 રૂપિયા અપાયા હતા. તેની સાથે જ મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ નો ખિતાબ પણ ખેલાડીઓને આપવામાં આવ્યો હતો.

દર વર્ષે યોજાઈ છે ટુર્નામેન્ટ

 ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જુનેદભાઈ ઓરા વાલા, આલીમભાઈ પરફેક્ટ વાલા, જાવીદભાઈ સફેદા તેમજ રાંદેર ઈસ્લામી જીમ ખાનાના સેક્રેટરી અબ્બાસ ભાઈ હાન્સ, અરૂણભાઇ ચક્રવતી, શૈલેષભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે  ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.આયોજક રફિકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકોમાં ભાઈચારો વધે રહે અને ક્રિકેટ પ્રત્યે લોકોનું પ્રેમ વધે તે માટે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે.

આ સમાચાર શેર કરો