છોટાઉદેપુરની ઓરસંગ નદી પરના બ્રિજના પીલ્લરમાં પડી તિરાડો, રીપેરિંગના અભાવે ઉભું થયું જોખમ
સતત બે દિવસ થી છોટાઉદેપુર જિલ્લામાં અને મધ્યપ્રદેશમાં વરસાદ પડતાં છોટાઉદેપુર ખાતે આ

સતત બે દિવસ થી છોટાઉદેપુર જિલ્લામાં અને મધ્યપ્રદેશમાં વરસાદ પડતાં છોટાઉદેપુર ખાતે આવેલી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઓરસંગ નદી 90 કિલોમીટર વિસ્તારમાં 400 થી વધુ ગામોની તરસ છીપાવે છે. છોટાઉદેપુર નગર પાલિકાના લોકોને પણ ઓરસંગ નદીનું પાણી પીવા માટે મળે છે. ત્યારે છોટાઉદેપુર ખાતે ઓરસંગ નદી ઉપર કવાંટ છોટાઉદેપુર રોડ ઉપર આવેલ બ્રિજના છેલ્લા પીલ્લરમાં તિરાડો પડી છે. સ્લેબના પોપડા ખરતા હોવાથી નવું જોખમ ઉભું થયું છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી.
રીપેરિંગની મંજૂરી નથી મળી
છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગના ચાર પુલોની રીપેરિંગ કરવાની દરખાસ્ત સરકારમાં મોકલવા છતાંય સરકારે મંજૂરી આપી નથી. છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગના સંખેડા કવાંટ છોટાઉદેપુર અલગ અલગ નદીઓ ઉપર આવેલા ચાર જેટલા બ્રિજના રીપેરિંગ માટે છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગે એસ્ટીમેન્ટ બનાવીને સરકારમાં દરખાસ્ત મોકલેલી છે. પરંતુ હજુ સુધી રીપેરિંગ માટે મંજૂરી આપવામાં આવી નથી.
અધિકારીઓની બોલતી થઈ બંધ
છોટાઉદેપુર ખાતે ઓરસંગ નદીનો બ્રિજ 1957માં 70થી વધુ વર્ષના સમયથી બનેલો છે. આ બ્રિજનું રીપેરિંગ વર્ષોથી કરવામાં આવ્યું નથી. જ્યારે બ્રિજના પાયામાં જેકેટિંગ તેમજ સ્લેબમાં પડેલી તિરાડો અને પેરાફિટ બનાવવાની જરૂરિયાત છે. જ્યારે બ્રિજના છેલ્લા પીલ્લર એપ્રોચ્ રોડ શરૂ થાય છે. ત્યાં પીલ્લરના તિરાડો પડી છે. આ બ્રિજનું રીપેરિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. જ્યારે અધિકારીઓને આ બાબતે પૂછતા કેમેરા સામે કઈ પણ બોલવા તૈયાર ના થયા.








