મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઓનલાઇન મશીન મંગાવી બોગસ સિક્કા બનાવીને દસ્તાવેજો નોટરી કરતા પિતરાઈ ભાઈઓ ઝડપાયા

સુરતના વરાછા ઈશ્વર પેલેસની એક દુકાનમાં છેલ્લા 11 મહિનાથી અમરોલીના નોટરીના નામે લોકોના દસ્તાવે

સુરતમાં ઓનલાઇન મશીન મંગાવી બોગસ સિક્કા બનાવીને દસ્તાવેજો નોટરી કરતા પિતરાઈ ભાઈઓ ઝડપાયા

સુરતના વરાછા ઈશ્વર પેલેસની એક દુકાનમાં છેલ્લા 11 મહિનાથી અમરોલીના નોટરીના નામે લોકોના દસ્તાવેજોને નોટરી કરી આપતા યુવાન અને તરુણને વરાછા પોલીસે રેડ કરી ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્યાંથી નોટરીના નામે બનાવેલા રબર સ્ટેમ્પ, સિક્કા, અન્ય નોટરી ના સિક્કા સરકારી કચેરીના ખોટા સિક્કા, રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન, દસ્તાવેજો કબ્જે કર્યા હતાં.

સાચા સામે ખોટુ ઉઘાડુ પડ્યુ

મૂળ પાટણના વતની અને અમરોલીમાં રહેતા નોટરી રાકેશકુમાર કાંતિલાલ પટેલની ઓફીસમાં ભાડા કરારની ઝેરોક્ષ લઈને એક વ્યક્તિ આવ્યો હતો. તેમાં આઠ જુલાઈએ તેમના નામની નોટરી કર્યાનો સિક્કો હતો. તેમણે આવી કોઈ નોટરી કરી ન હોય અને તેમાં જે સિક્કો અને સહી હતા. તે અન્યના હોવાની શંકા જતા તેમણે તપાસ કરી હતી. તો તે નોટરી વરાછા ઈશ્વર પેલેસમાં આધાર કાર્ડ પાનકાર્ડમાં સુધારો કરવા માટેની કન્સલ્ટન્સીની ઓફીસ ધરાવતા આકાશ કિરીટ ઘેટિયાએ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેમણે પોલીસમાં અરજી કરી હતી.

30 હજાર કમાતા

પોલીસે રેડ કરીને આકાશ અને તેના 17 વર્ષના પિતરાઈ ભાઈને ઝડપી લીધા હતા. પોલીસે ઓફિસમાં કામ કરતા ત્યાંથી રાકેશ કુમાર પટેલના નામે બનાવેલા રબર સ્ટેમ્પ સિક્કા અન્ય નોટરીના સિક્કા સરકારી કચેરીના ખોટા સિક્કા રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન દસ્તાવેજો મળ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ છેલ્લા 11 મહિનાથી રાકેશ કુમાર તેમના સંબંધિત છે, અને તેમનો નોટરીનો ચોપડો અહીં રહે છે. તેમ કહી લોકોને તેમના નામે નોટરી કરી આપી દર મહિને 25 થી 30 હજાર કમાતા હતા. અગાઉ આકાશ હોમ લોન એજન્ટ તરીકે કામ કરતો હતો. જ્યારે તરુણ એક નોટરીને ત્યાં નોકરી કરતો હતો.

આ સમાચાર શેર કરો