મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોટાદ: માનસિક અસ્વસ્થ મહિલા પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી 10 વર્ષની સખ્ત કેદ

બોટાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોપીએ માનસીક અસ્વસ્થતા ધરાવતી મહિલા પ

બોટાદ: માનસિક અસ્વસ્થ મહિલા પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી 10 વર્ષની સખ્ત કેદ

બોટાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોપીએ માનસીક અસ્વસ્થતા ધરાવતી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. .આ કેસ બોટાદની પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં એક શખ્સને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

મહિલા સૂતી હતી તે દરમિયાન શખ્સ ઘરમાં ઘૂસ્યો અને આચર્યું દુષ્કર્મ

 બોટાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ ૨૦૧૯ માં રાત્રીના સમયે ભોગ બનનાર મહિલા પોતાના ઘરે રાત્રીના સૂતી હતી. ત્યારે રાજુ ઉર્ફે ગંભુ મનજીભાઈ ઠોળીયા નામનો શખ્સ ત્યારે ઘરમાં પ્રવેશ્યો હતો, અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે મરજી વિરૂધ્ધ દુષ્કૃત્ય આચર્યું હતું. 

તકનો લાભ લઈને આરોપી મહિલાના ભાઈને ધક્કો મારીને નાસી છૂટયો

અચનાક મહિલાના ભાભી તથા ભાઈ તે દરમિયાન સફાળા જાગી ગયા હતા. આરોપીને દબોચવા માટે મહિલાનો ભાઈ દોડયો હતો, જોકે તકનો લાભ લઈને આરોપી મહિલાના ભાઈને ધક્કો મારીને નાસી છૂટયો હતો. સમગ્ર મામલે મહિલાના પરિવારજનોએ બોટાદ પોલીસ મથકમાં રાજુ ઉર્ફે ગંભુ મનજીભાઈ ઠોળીયાની વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોઈને આરોપીને દબોચ્યો હતો.   

આ કેસ બોટાદની પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલતા સરકાર પક્ષે ૨૪ દસ્તાવેજી પુરાવા અને ૬ સાહેદોને તપાસવામાં આવ્યા હતા.જીલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો તથા રજુઆતો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ હેમાંગ આર.રાવલે ઈ.પી.કો કલમ ૩૭૬ ના ગુન્હામાં આરોપી રાજુ ઉર્ફે ગંભુ મનજીભાઈ ઠોળીયાને ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

આ સમાચાર શેર કરો