મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BOTAD : સાળંગપુર-સેથળી વચ્ચે અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે મોત

Botad News : બોટાદ જિલ્લાના સાળંગપુર અને સેથળી ગામ વચ્ચે અકસ્માત થયો છે,

BOTAD : સાળંગપુર-સેથળી વચ્ચે અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે મોત

Botad News : બોટાદ જિલ્લાના  સાળંગપુર અને સેથળી ગામ વચ્ચે અકસ્માત થયો છે, જેમાં 2 યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે, તેમજ 4 યુવાનો ઈજાગ્રસ્ત થયા છે. 

બે બાઈક વચ્ચે થયો અકસ્માત 

બોટાદના સાળંગપુર અને સેથળી ગામ વચ્ચે બે બાઈક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 યુવકના ઘટના સ્થળે મોત થયા છે. આમાંથી એક યુવક ભાંભણ ગામના અક્ષયભાઈ સાથળીયા હોવાનું જાણવા મળ્યું છે, જયારે બીજો યુવક બરવાળાનો હોવાનું જાણવા મળ્યું છે. 

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બંને મૃતકોના મૃતદેહમાંથી એક મૃતદેહને બોટાદ અને બીજા મૃતદેહને બરવાળા પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જેમને બોટાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો