મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TRP ગેમઝોન અગ્નિકાંડ: સેશન્સ કોર્ટે ચાર આરોપીઓના જામીન ફગાવ્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા 4 આરોપીઓની જામીન અરજી સેશન કોર્ટે ફગાવી દીધી છે. પર

TRP ગેમઝોન અગ્નિકાંડ: સેશન્સ કોર્ટે ચાર આરોપીઓના જામીન ફગાવ્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા 4 આરોપીઓની જામીન અરજી સેશન કોર્ટે ફગાવી દીધી છે. પરિણામે હવે જામીન માટે હાઈકોર્ટમાં જવું પડશે.

અગ્નિકાંડના આરોપી ગેમઝોનના માલિક અશોકસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આરોપીઓએ ચાર્જશીટ દાખલ કરાયા બાદ જામીન અરજી કરી હતી.

તમને જણાવી દઈએ કે, રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોન અચાનક આગ ભભૂકી ઉઠતાં 12 બાળકો સહિત 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. જે બાદ પોલીસે ગેમ ઝોનનાં માલિક અને મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર સહિત 15 ની ધરપકડ કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો