મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અગ્નિકાંડ મામલે મોટા સમાચાર / મનસુખ સાગઠિયા સહિત 4 અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

Rajkot Gamezone fire : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે આજે એક મોટા સામાચાર સામે આવ્યાં છે.

અગ્નિકાંડ મામલે મોટા સમાચાર / મનસુખ સાગઠિયા સહિત 4 અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

Rajkot Gamezone fire : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે આજે એક મોટા સામાચાર સામે આવ્યાં છે. ગઈકાલે રાજકોટ અગ્નિકાંડમાં ચાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી  તેમજ તમામની  ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોશી, અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી હતી. આજે ચારેય અધિકરીઓને કોર્ટમાં રજૂ કરવાઆ આવતા કોર્ટે તમામના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી

રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા અને રોહિત વિગોરા આજે કોર્ટેમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમના 12મી જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે,'આ લોકો પાસેથી સાચો જવાબ કઢાવવો મુશ્કેલ બની શકે છે. તેથી 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવા મારી વિનંતી છે.'

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર  તુષાર ગોકાણીની ધારદાર દલીલો 

રાજકોટ અગ્નિકાંડના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર  તુષાર ગોકાણીએ કોર્ટમાં આ ચાર અધિકારીઓના રિમાન્ડ માંગતા કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરી હતી. 

આ જ જગ્યા પર આ જ કારણોસર 4 સપ્ટેમ્બર 2023માં આગ લાગી હતી, એ પણ વેલ્ડિંગથી. ફાયર બ્રિગેડ પણ બોલાવવામાં આવી હતી અને સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા જ ફાયર ઓફિસર ઓન ડ્યુટી હતો. શા માટે રોહિત વિગોરાએ ફાયર NOC અને ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી ન કરી? કોઈ કાર્યવાહી ન કરવી અને કૃત્ય થવા દેવું એ શું છે? 

આરોપી યુવરાજસિંહ સોલંકીએ નિવેદનમાં એમ જણાવ્યું કે મને કંઈ ખબર નથી, પરંતુ સપ્ટેમ્બર 2023માં આગ લાગી ત્યારે યુવરાજસિંહ પણ હાજર હતો. 

TRP ગેમઝોનમાં ઇનલિગલ સ્ટ્રક્ચર છે  તેને હટાવવા 6.6.2023 ના રોજ નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ બાદ કંઈ કરવામાં ન આવ્યું. આ આરોપીઓના આશીર્વાદથી ગેમ ઝોન ચાલતું રહ્યું અને ગેમ ઝોન મોટું થતું ગયું. તોડી પડવાને બદલે ગેમઝોનનું ગેરકાયદેસર સ્ટ્રકચર હતું એમ જ રહ્યું અને તેને વધારવામાં પણ આવ્યું.

આ સમાચાર શેર કરો