મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પોતાના ઘરમાં જ દંપત્તીના મોત, પત્નીની હત્યા કરી પતિએ જિંદગી ટૂંકાવી

સુરતમાં આપઘાતના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં દંપત્તીના મો

સુરતમાં પોતાના ઘરમાં જ દંપત્તીના મોત, પત્નીની હત્યા કરી પતિએ જિંદગી ટૂંકાવી

સુરતમાં આપઘાતના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં દંપત્તીના મોતથી ચકચાર મચી જવા પામી હતી. ડિંડોલી વિસ્તારમાં આવેલા પ્રિયોશા બેલીસમાં પ્રથમ માળે ફ્લેટમાં જ મૃતદેહ મળ્યા હતાં.મહિલાનો મૃતદેહ નીચે હતો જ્યારે પુરુષનો મૃતદેહ લટકતો હોવાથી પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યાની આશંકા સેવવામાં આવી રહી હતી.

પુરુષનો પંખા પર લટકતો મૃતદેહ

ડિંડોલી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં સોનુએ કહ્યું કે, હું ડી બિલ્ડીંગમાં કામ કરી રહ્યો હતો. એ દરમિયાન એક કાકા મારી પાસે આવીને મહિલા અને પુરૂષના મોત અંગે કહેવા લાગ્યા હતાં. કોઈ જતું નહોતું. પછી હું હિંમત કરીને ત્યાં ગયો હતો.જ્યાં જઈને જોયું તો મહિલાનો મૃતદેહ નીચે જમીન પર હતો. જ્યારે પુરૂષનો મૃતદેહ પંખા પર લટકતી હાલતમાં હતો. બાદમાં 100 નંબર પર ફોન કર્યો અને 108 એમ્બ્યુલન્સ બાદ અડધા કલાકે પોલીસ આવી હતી.જો સમયસર કદાચ સારવાર મળી હોત તો મહિલાનો જીવ કદાચ બચી શક્યો હોત.

મોતનું કારણ જાણવા તપાસ

મહિલાનો મૃતદેહ નીચે જમીન પર હોવાથી તેની હત્યા કર્યા બાદ તેના પતિએ આપઘાત કરી લીધો હોવાની આશંકા સેવવામાં આવી રહી હતી. જો કે, હાલ તો પતિ-પત્નીના મોતને લઈને પોલીસ દ્વારા બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. સાથે જ તપાસ માટે આસપાસમાં રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે. 

મૃતકના નામ

નંદાબેન નિમજે
રતનભાઈ નિમજે

પત્નીની હત્યા કરી આપઘાત

ડિંડોલી પીઆઈ આર.જે.ચુડાસમાએ કહ્યું કે, બપોર આસપાસનો આ બનાવ છે. રતનભાઈએ તેની પત્નીને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા બાદ પોતે લટકી ગયા હતાં. તેમને બે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. જે બહાર છે. પ્રાથમિક તબક્કે આ બનાવ અંગે રતનભાઈ સિનિયર સિટિઝન હોય બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોવાથી આ બનાવને અંજામ આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ સમાચાર શેર કરો