મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: હોટેલના રૂમમાં યુગલનો આપઘાતનો પ્રયાસ; યુવકનું મોત, યુવતીની હાલત નાજુક

અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં યુવક અને યુવતીએ જીવન ટુંકાવવાનો પ્રયત્ન

Ahmedabad news: હોટેલના રૂમમાં યુગલનો આપઘાતનો પ્રયાસ; યુવકનું મોત, યુવતીની હાલત નાજુક

અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં યુવક અને યુવતીએ જીવન ટુંકાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં યુવકનું મોત થયું છે અને યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હોટલના સ્ટાફ દ્વારા આ અંગે અમદાવાદ એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્ર મુજબ યુવક યુવતીએ કથિત પ્રેમ પકરણમાં આ પગલું ભર્યું હોવાની આશંકા છે.

નસ કાપતા યુવકનું મોત, યુવતીની હાલત ગંભીર

આ ચકચારી ઘટના વિશે મળતી માહિતી મુજબ, એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેઈલી સ્ટે નામની હોટેલમાં રોકાવા માટે આવેલા યુવક અને યુવતીએ બપોરે 2 થી 2.30 વાગ્યાની આસપાસ રૂમમાં જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં હાથની નસ કાપતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું હોટેલમાં જ મોત થયું છે અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોટલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરાયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. હાલ યુવતી બેભાન અવસ્થામાં જીવન અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. 

પોલીસે તપાસ શરૂ કરી

આ ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનના PIના જણાવ્યા મુજબ, યુવક યુવતી ગઈકાલે ઘરેથી ભાગી ગયા હતા. યુવક અને યુવતીએ હોટેલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું લાગી રહ્યું છે. બંનેના પરિવારો વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. યુવતી અત્યારે ભાનમાં નથી એટલે કંઈ વધારે જાણી શકાયું નથી.

આ સમાચાર શેર કરો