મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોડેલીમાં નર્મદાની કેનાલમાં દેખાયો ભ્રષ્ટાચાર, ખેતરો સુધી પાણી ન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને બોડેલી તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરું

બોડેલીમાં નર્મદાની કેનાલમાં દેખાયો ભ્રષ્ટાચાર, ખેતરો સુધી પાણી ન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને બોડેલી તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરું પાડતી દોરમાર અને ઊંડી ગામ વચ્ચે મિયાગામ બ્રાન્ચ કેનાલ ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. જેથી નર્મદા નિગમના અધિકારીઓ કેનાલ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાની સાબિતી મળી રહી છે. કેનાલ તૂટેલી હોવાથી ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરતું મળતું નથી. ખેતરો સુધી પાણી ન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચોઃનસવાડીમાં સીસીઆઈ કપાસની ખરીદી ન કરતાં ખેડૂતોમાં રોષ, બોડેલી યાર્ડમાં બીજા દિવસે પણ વેચાણ ન થયું

મશીન મૂકીને પાણી સીંચવા મજબૂર

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. મોટા ઉદ્યોગો ન હોવાથી લોકોની મુખ્ય રોજગારી ખેતી છે. કેનાલો બનાવવા માટે ખેડૂતોએ પોતાની જમીનો આપી હતી. પરંતુ કેનાલ બનાવવામાં અધિકારીઓએ મોટા ભષ્ટ્રાચાર કરતા કેનાલો અને રોડ ભાંગીને ભુક્કો થઈ ગયા છે. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોચ્યું નથી. ખેડૂતો મહા મુસીબતે કેનાલ ઉપર મશીન મૂકીને પાણી સીંચે છે.

ખેડૂતોને હાલાકી

કેનાલ તૂટેલી હોવાથી ધીમી ગતિએ પાણી છોડવામાં આવે છે. અમુક ભાગમાં તો પાણી જ છોડાતું નથી. હાલ તો જગતનો તાત નર્મદા નિગમના અધિકારીઓના વાંકે દુઃખી છે. તકલીફ ભોગવી રહ્યો છે. તૂટેલી કેનાલોની મરામત કરાવવાની માંગ કરી રહ્યો છે. હાલ ઊભા મોલને સિંચાઇના પાણીની જરૂરિયાત છે. ત્યારે પાણીના મળે તો મોલ સુકાઈ જાય તેવી પરિસ્થિતિ છે.

આ સમાચાર શેર કરો