નસવાડીમાં સીસીઆઈ કપાસની ખરીદી ન કરતાં ખેડૂતોમાં રોષ, બોડેલી યાર્ડમાં બીજા દિવસે પણ વેચાણ ન થયું

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી, સંખેડા, નસવાડીમાં કપાસ ખરીદવાની 20થી વધુ જીન આવેલી છે. હાલ બજારોમાં 7000થી 7200 સુધી એક કવિન્ટલ કપાસનો ભાવ ખાનગી વેપારીઓ આપે છે. જ્યારે સરકારના ટેકાના ભાવ 7450 છે. ખાનગી વેપારીઓ ઓછા ભાવે કપાસ ખરીદે છે.
રજૂઆત થાય તો ફાયદો
સરકારે એટલો મોટો છોટા ઉદેપુર જિલ્લો હોવા છતાંય કપાસની ખરીદી સીસીઆઈ કરે તે માટે કોઈ આયોજન કર્યું નથી. ખેડૂતો ખાનગી બજારોમાં કપાસ વેચવા મજબૂર બન્યા છે. છેતરાઈ રહ્યા છે. હાલ તો સાંસદ અને ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરે કે, સીસીઆઇ કપાસની ખરીદી શરૂ કરે તો ખેડૂતોને ફાયદો થશે.
ખેડૂતો કપાસ વેચવા મજબૂર
હાલ ખેડૂતોને નાણાની જરૂરિયાત હોવાથી ઓછા ભાવે કપાસ વેચવા મજબૂર બન્યા છે. તેમ છતાં બોડેલીમાં એપીએમસીમાં કપાસની હરાજી શરૂ કરાઈ બીજા દિવસે એક પણ ખેડૂત કપાસ વેચવા નહોતા આવ્યા. જે એક પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો હોવાનું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે.

