મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો, ઉકાઈ સુગરમાંથી નરેશ પટેલનું રાજીનામું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને હજું ઘણા દિવસો બાકી છે ત્યારે દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવ

દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો, ઉકાઈ સુગરમાંથી નરેશ પટેલનું રાજીનામું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને હજું ઘણા દિવસો બાકી છે ત્યારે દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી સુગર ફેકટરીના ઉપ પ્રમુખ અને કસ્ટોડિયન કમિટીમાંથી નરેશ પટેલે રાજીનામું આપ્યું છે. સ્વૈચ્છિક રાજીનામું આપતા સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચોઃ સુરતમાં ગળે ન ઉતરે તેવા કારણમાં સામૂહિક હત્યા, સામાજિક વિટંબણાએ હસતાં-રમતાં પરિવારનો માળો વિખેર્યો

ચર્ચાએ પક્ડયું જોર

વ્યારા સુગરના પ્રમુખ માનસિંગ પટેલ દ્વારા મનસ્વી વહીવટ કરવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે. હાલ થોડા દિવસોથી સુમુલ ડેરીની મિટિંગમાં નરેશ પટેલ સહિતના કેટલાક ડિરેકટરો દ્વારા માનસિંગ પટેલનો વિરોધ કરાઈ રહ્યો હતો. વ્યારા સુગરનાં સભાસદોના હિત વિરૂદ્ધ માનસિંગ પટેલ કામગીરી કરી રહ્યા હોવાનો રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાત્કાલિક અસરથી રાજીનામું આપતા સહકારી રાજકારણમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
 

આ સમાચાર શેર કરો