મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પણ ગાંધીધામવાળી: લકઝરી કારના કાફલા સાથે રેલી કાઢી બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ઉજવતા વિવાદ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની કુંકણી ગામની ફાઉન્ટન હેડ વિવાદમાં આવી છે. કારણ કે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ વ

સુરતમાં પણ ગાંધીધામવાળી: લકઝરી કારના કાફલા સાથે રેલી કાઢી બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ઉજવતા વિવાદ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની કુંકણી ગામની ફાઉન્ટન હેડ વિવાદમાં આવી છે. કારણ કે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ વિદાય સમારંભના બહાને લક્ઝરી કારનો કાફલો કાઢી સ્ટાઈલબાજી કરી હતી. 30થી વધુ મોંઘીદાટ ગાડીઓમાં વિદ્યાર્થીઓ સ્ટાઇલમાં સ્કૂલ પહોંચ્યા હતાં. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. ખાસ કરીને કોઈ પણ અધિકૃત મંજુરી વગર અને ટ્રાફિક નિયમો તોડવામાં આવ્યા હતા. જેના કારણે હવે આ ઘટનાએ ચર્ચા જગાવી છે.

રેસ નહિ, ફેરવેલ! 

વિદાય સમારંભ ઉજવવી કોઈ નવી વાત નથી, પરંતુ આ વિદ્યાર્થીઓએ “ફેરવેલ” ને “પાવર શો” બનાવી દીધો. રાંદેરના ડી-માર્ટ પાસે થી શરૂ થયેલો લક્ઝરી કાફલો સીધો ઓલપાડના દાંડી રોડ પર ફાઉન્ટેન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો હતો.વિદ્યાર્થીઓ કારની સનરૂફમાંથી માથું બહાર કાઢીને વીડિયો બનાવતા, જોરજોરથી મ્યુઝિક વગાડતા અને ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતાં.

તપાસ થશે

આ મામલે પોલીસને પૂછતાં તેઓએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ કે સ્કૂલે કોઈ મંજુરી લીધી નહોતી. પાલ અને રાંદેર પોલીસે જણાવ્યું કે, “અમે આ અંગે કોઈ જાણ કરી નહોતી. જો વાહન વ્યવહારના નિયમો તોડવામાં આવ્યા હશે, તો તપાસ કરીશું. બીજી તરફ, ફાઉન્ટેન હેડ સ્કૂલે પણ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો. સ્કૂલના એડમિન હેડે સ્પષ્ટ કહ્યું કે, “આ આયોજન અમારૂ નહોતું, વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોઈ પણ મંજુરી વગર ગાડીઓ લાવી. અમે તો સ્કૂલ બસ મોકલી હતી, પણ કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો. અમે એક પણ કારને સ્કૂલના કેમ્પસમાં પ્રવેશવા દીધી નહોતી.

આ સમગ્ર ઘટનાએ સવાલ ઊભા કર્યા છે

•    કોઈ મંજુરી વગર વિદ્યાર્થીઓ લક્ઝરી ગાડીઓનો કાફલો લઈ શકે?
•    પોલીસ અને ટ્રાફિક વિભાગ આ મામલે કોઈ પગલાં લેશે કે નહીં?
•    કે પછી ફરી આવો કોઈ નવો “લક્ઝરી ફેરવેલ” જોવા મળશે?

આ મામલે હવે પોલીસ અને ટ્રાફિક વિભાગની કાર્યવાહી પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો