ભરૂચ નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઈટનો વિવાદ વકર્યો, સાયખાના ગ્રામજનોએ કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ
ભરૂચ નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઈટનો વિવાદ વકર્યો છે.સાયખાના ગ્રામજનોનો વિરોધ યથાવત છે.સા

ભરૂચ નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઈટનો વિવાદ વકર્યો છે.સાયખાના ગ્રામજનોનો વિરોધ યથાવત છે.સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતુ. વાગરા તાલુકાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભરૂચ નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઈટનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ડમ્પિંગ સાઇટ બંધ કરાવી
ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના શાખા ગામ નજીક આવેલ પ્લોટમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. જોકે થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ વિરોધ નોંધાવી આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી દીધી હતી. ત્યારે ફરી એકવાર આ પ્લોટમાં ડમ્પિંગ સાઈટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે વાગરાના સાયખાના ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કહ્યું કે, આ અગાઉ ભરૂચ નગરપાલિકાએ કચરો નાખ્યો હતો. જેના કારણે ગામમાં પુષ્કળ દુર્ગંધ ફેલાઈ ગયેલી હતી.
બીમારીનું પ્રમાણ ખુબ વધી ગયું
ગામમાં માખી, મચ્છર નું પ્રમાણ ગામમાં ખુબ વધી ગયું હતું. જેના કારણે ગામમાં બીમારીનું પ્રમાણ ખુબ વધી ગયું હતું ત્યારે આ કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ? નગરપાલિકા પોતાનું વલણ નહિ બદલે તો સાયખા સહિત આસપાસના ગામના ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.








