મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાનમાં ભાન ભુલ્યા, મોતિયો ઉતરાવવા આવેલા દર્દીઓને બનાવ્યા સભ્ય

રાજ્યમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ભાજપના સદસ્યતા અભિયા

રાજકોટમાં ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાનમાં ભાન ભુલ્યા, મોતિયો ઉતરાવવા આવેલા દર્દીઓને બનાવ્યા સભ્ય

રાજ્યમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ભાજપના સદસ્યતા અભિયાનને ફિકો પ્રતિસાદ મળ્યો છે. ટાર્ગેટ અનુસાર સભ્ય ના બનતા હવે ભાજપના નેતાઓ ભાન ભુલ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની આંખની હૉસ્પિટલમાં મોતિયો ઉતરાવવા આવેલા દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવતા વિવાદ થયો છે.

મોતિયો ઉતરાવવા આવેલા દર્દીઓને બનાવ્યા ભાજપના સભ્ય

છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તા ભોગવનાર ભાજપે સદસ્યતા અભિયાનમાં સભ્યોનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે મહેનત કરવી પડે છે. ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂર્ણ ના થતા સ્કૂલ-કોલેજ બાદ હવે હોસ્પિટલમાં પણ દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વિસનગરમાં હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાની પોલ ખુલ્યા બાદ હવે રાજકોટમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. ભાજપના નેતાઓ સભ્ય બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કેટલી હદ સુધી નીચતાની હદ વટાવશે. 

રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની આંખની હૉસ્પિટલમાં મોતિયો ઉતરાવવા માટે દાખલ થયેલા દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા છે. સુઇ રહેલા દર્દીઓને ઉઠાડીને OTP લઇને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો જૂનાગઢના એક દાખલ દર્દીએ ઉતારી લેતા ભાંડો ફૂટ્યો છે. મોટાભાગના દર્દીઓને મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે તેઓ ભાજપના સભ્ય બન્યા છે.

વોર્ડમાંથી 200થી 250 લોકોને આ રીતે ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પહેલા પણ શાળા અને કોલેજોમાં બળજબરી ભાજપના સભ્યો બનાવવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી ચુકી છે. શું આ રીતે ભાજપના સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂર્ણ કરીને શું સાબિત કરવા માંગે છે?

આ સમાચાર શેર કરો