મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHARUCH : 1913માં સ્થાપિત ઐતિહાસિક બટુકનાથ વ્યાયામશાળાને વકફની મિલકત દર્શાવાતા વિવાદ

Bharuch News : વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટમાં 1913માં સ્થાપિત બટુકનાથ વ્યા

BHARUCH : 1913માં સ્થાપિત ઐતિહાસિક બટુકનાથ વ્યાયામશાળાને વકફની મિલકત દર્શાવાતા વિવાદ

Bharuch News : વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટમાં 1913માં સ્થાપિત બટુકનાથ વ્યાયામશાળા ટ્રસ્ટની જમીન વકફની મિલકત દર્શાવાતા વિવાદ ઉભો થયો છે. સનાતની હિન્દુ સમાજ દ્વારા વકફની વેબસાઇટ પરની  મિલકતો અંગે  વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. 

વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટમાં ભરૂચ જિલ્લાની 1400 થી વધુ મિલકતો વકફના નામે દર્શાવાઈ છે, જેમાં 110 વર્ષ જૂની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામશાળાનો પણ સમાવેશ થાય છે. જો કે આ અંગે બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓએ વકફના કાયદાને નાબૂદ કરવાની માંગ કરી છે. 

ઐતિહાસિક બટુકનાથ વ્યાયામશાળાના ટ્રસ્ટી પિનાકીન રાજપૂત, પ્રકાશ મોદીએ કહ્યું કે આઝાદી પહેલા 1913માં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા બટુકનાથ વ્યાયામશાળાની સ્થાપના કરવામાં આવી હતી અને આ સમગ્ર મિલકત સરકારી ચોપડે બટુકનાથ વ્યાયામશાળાના નામે નોંધાયેલી છે, ત્યારે આ જમીન વકફની વેબસાઈટ પર વક્ફના નામે કેવી દર્શાવાઈ છે તે પ્રશ્ન છે.  આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને મળી નથી ત્યારે આ વકફના કાયદા હેઠળ મિલકત પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો.

વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામશાળાને વકફની મિલકત દર્શવાતા સર્જાયેલ  વિવાદ બાદ તંત્ર અને વકફ બોર્ડ દ્વારા કેવા ખુલાસા કરવામાં આવે છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો