મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહુવા સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વિવાદ, સુરતમાં હરિભક્તોએ જૂના મંદિરની મૂર્તિઓને લઈને કર્યો વિરોધ

સૌરાષ્ટ્રમાં આવેલા મહુવામાં નૂતન સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વિવાદ ઉભો થ

મહુવા સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વિવાદ, સુરતમાં હરિભક્તોએ જૂના મંદિરની મૂર્તિઓને લઈને કર્યો વિરોધ

સૌરાષ્ટ્રમાં આવેલા મહુવામાં નૂતન સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વિવાદ ઉભો થયો છે. આ વખતે અન્ય સંપ્રદાય કે ધર્મનો વિરોધ નથી. પરંતુ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિઓ ઉઠાવીને નવા મંદિરમાં રાખવામાં આવી હોવાથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અરિસા સમાન સુરતમાં પણ આ વિરોધ પહોંચ્યો છે. હરિભક્તોએ મૂર્તિઓને લઈને વિરોધ કર્યો છે. 

આ પણ વાંચોઃ સુરતની નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલ ઐય્યાશીનો અડ્ડો? દારૂની મહેફિલ માણનારા વિદ્યાર્થીને કરાયા સસ્પેન્ડ

વિરોધનું રણશિંગુ ફૂંકાયું

મહુવાના 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી સ્વામીઓએ જ મૂર્તિઓ રાતોરાત ઉઠાવી લીધી હોવાના આક્ષેપ સાથે સુરતમાં પડઘા પડ્યાં છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. મહુવા ખારગેટના 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવી હોવાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત દક્ષિણ ગુજરાતના અમરેલી ભાવનગરના અલગ અલગ વિસ્તારના હરિભક્તો મહુવા ખાતે જઈ વિરોધ નોંધાવશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

લડત ચલાવાશે

હરિભક્ત ઘનશ્યામભાઈએ કહ્યું કે, હાલ આ મહુવાના મંદિર બાબતે પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નિત્યસ્વરૂપસ્વામી અને બાલસ્વામી સરધાર દ્વારા સ્વરૂપ સ્વામી ભગવાનની મૂર્તિને રાતો રાત જ મંદિરમાંથી ઉઠાવી લેવાઈ છે. ઉપરાંત રાતો રાત જ મંદિરના ગેટની બહાર દિવાલ ચણી દેવામાં આવી છે. આચાર્ય વિહારી લાલજી મહારાજ દ્વારા 185 વર્ષ પહેલા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જૂના મંદિરમાં ફરીથી મૂર્તિ સ્થાપિત થાય તે માટે સુરતથી હરિભક્તોએ લડત શરૂ કરી છે. જે છેક સુધી લડવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો