સુરતમાં ઓવરબ્રિજ પર રીલ બનાવતા નબીરાઓનું કારસ્તાન, કોન્સ્ટેબલને કારના બોનેટ પર ઘસડી ગયા 300 મીટર
સુરતમાં રીલ્સ બનાવવાનું યુવાનોમાં ઘેલું લાગ્યું છે. ત્યારે સરથાણા વાલક પાટિયા બ્રિજ પર બે યુવ

સુરતમાં રીલ્સ બનાવવાનું યુવાનોમાં ઘેલું લાગ્યું છે. ત્યારે સરથાણા વાલક પાટિયા બ્રિજ પર બે યુવકો સાથે કારના બોનેટ પર બે યુવતીઓ બેસીને રીલ્સ બનાવવાની સાથે ફોટો પડાવી રહ્યાં હતાં. જેથી ટ્રાફિક જામ થતાં પોલીસ કોન્સ્ટેબલ પહોંચ્યા હતાં. ઠપકો આપ્યો હતો. જેથી નબીરાઓએ પોતાની કાર નીચે કોન્સ્ટેબલને કચડવા પ્રયાસ કર્યો હતો. જો કે, કોન્સ્ટેબલ બોનેટનું વાયપર પકડી રાખ્યું હતું. જેથી જીવ બચ્યો પરંતુ તેમ છતાં 300 મીટર સુધી ઘસડી ગયા હતાં. બાદમાં નાસી જવાનો પ્રયાસ કરનારા નબીરાઓને લોકોએ પકડી લીધા હતાં. બન્ને યુવતી નાસી ગઈ હતી.
મિત્રની કાર લઈને આવેલા
પ્રાજલ મિત્રની પાસેથી કાર લઈ આવ્યો હતો અને મિત્રએ પણ કાર ભાડેથી લીધી હતી. બંને આરોપીઓ સાથે કારમાં બે યુવતીઓ પણ હતી. યુવતીઓ તેમની બહેનપણી હોવાનું પોલીસનું કહેવું છે. જો કે, બંને યુવતી તરત જ ભાગી છૂટી હતી. પોલીસને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર કારચાલક પ્રાજલ ખેની કાપોદ્રાની કોલેજમાં બીકોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ખેતીકામ કરે છે, જ્યારે ધુપીન વાસાણી હીરાના કારખાનામાં નોકરી કરે છે.
આરોપીઓના નામ
પોલીસકર્મીએ તાત્કાલિક 100 નંબર પર જાણ કરતા સરથાણા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. કોન્સ્ટેબલ નીલેશ મકવાણાની ફરિયાદ લીધી હતી. ફરિયાદના આધારે પોલીસે પ્રાંજલ રમેશ ખેની,ધુપીન હસમુખ વાસાણી સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.








