કચ્છ : ગાંધીધામ પોલીસ સ્ટેશનના 37 વર્ષીય કોન્સ્ટેબલે કરી આત્મહત્યા
રાજ્યમાં આજે આત્મહત્યાની 4 ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં એક યુવકે બસમાં ગળેફાંસો ખાધો, રાજકોટમાં ધોર

રાજ્યમાં આજે આત્મહત્યાની 4 ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં એક યુવકે બસમાં ગળેફાંસો ખાધો, રાજકોટમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી. તો વડોદરામાં એક મહિલાએ ફ્લેટના 7માં માળેથી કૂદીને આપઘાત કરી લીધો. હવે ગાંધીધામ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યાના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો : રાજકોટમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
કોન્સ્ટેબલે પોતાના વતન સાંધાણ ગામમાં કરી આત્મહત્યા
ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 37 વર્ષીય કોન્સ્ટેબલ ચંદ્રપાલ સિંહ જાડેજાએ પોતાના વતન સાંધાણ ગામમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ કોન્સ્ટેબલે શા માટે અંતિમ પગલું ભર્યું અને આત્મહત્યા કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ભાવનગરમાં નિર્મળનગરમાં પાર્ક કરેલી બસમાં યુવકે કર્યો આપઘાત
વડોદરામાં મહિલાએ કરી આત્મહત્યા
વડોદરામાં એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ સાતમા માળેથી પડતું મુકીને આપઘાત કર્યો છે. મહિલાના આપઘાતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. શહેરના માંજલપુરના સહજાનંદ એપાર્ટમેન્ટમાં સાતમા માળેથી મહિલાએ પડતુ મુક્યુ, જેમાં તેનું મોત થયું છે..મહિલા આપઘાતનું કારણ અકબંધ છે.








