મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચમાં સ્કૂલ વાનમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતો ખેપીયો 62 ગ્રામના જથ્થા સાથે ઝડપાયો

ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને

ભરૂચમાં સ્કૂલ વાનમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતો ખેપીયો 62 ગ્રામના જથ્થા સાથે ઝડપાયો

ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને ઝડપી પાડવા NO DRUGS IN BHARUCH CAMPAIGN" અંતર્ગત એસ. ઓ .જી. પી.આઈ. એ.એ.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 

62 ગ્રામ જથ્થો મળ્યો

એસ.ઓ.જી.ટીમ દ્વારા જીલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમ્યાન પી.એસ.આઈ. એમ.એચ.વાઢેર ને બાતમી મળેલ કે ચાવજ થી ભરુચ આવતી એક સ્કૂલ વાન માં ડ્રગ્સ આવે છે. મળેલી બાતમીના આધારે  રહાડ પોર પાસે પોલીસ કાફલો વોચમાં હતો .તે દરમ્યાન એક વાન આવતા  આરોપી પ્રકાશ પટેલ ની  મારૂતી વાન માંથી ગેરકાયદેસર નશાકારક એમ.ડી. ડ્રગ્સ નો રૂ..6,20,000 /- ની  કિંમતનો 62 ગ્રામ જથ્થો  મળી આવ્યો હતો.

ગાડી કબ્જે કરી

જેમાં વજન કાંટો તેમજ ઝીપર બેગો પણ મળી આવી હતી.પોલીસે  ગાડી સહિત સાત લાખ રૂપિયા ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ કલમ- ૮(સી), ૨૨(સી), ૨૫ મુજબ ભરૂચ શહેર “એ” ડીવી. પોલીસ સ્ટેશન માં ગુનો રજીસ્ટર કરી રિમાન્ડ માટેની  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો