મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ભાજપમાં ત્રણ ગ્રુપ, એક RSSનું, બીજું ખુણામાં ધકેલાયેલા નેતાઓનું અને ત્રીજું…

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ અત્યારે ભાજપ સામે બળવો કરનારા જવાહર ચાવડાના લેટર બોંબ બાદ હવે

ગુજરાત ભાજપમાં ત્રણ ગ્રુપ, એક RSSનું, બીજું ખુણામાં ધકેલાયેલા નેતાઓનું અને ત્રીજું…

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ અત્યારે ભાજપ સામે બળવો કરનારા જવાહર ચાવડાના લેટર બોંબ બાદ હવે ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે, સાથે જ જવાહર ચાવડાને ફરી કોંગ્રેસમાં સમાવિષ્ટ કરવા કે નહીં એ અંગે પણ નિવેદન આપ્યું છે. 

ગુજરાત ભાજપમાં ત્રણ ગ્રુપ - મનીષ દોશી

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ગુજરાત ભાજપમાં હાલ ત્રણ ગ્રુપ કાર્યરત છે, એક RSS સાથે સંકળાયેલા નેતાઓનું, બીજું ખુણામાં મુકાઈ ગયેલા નેતાઓની અને ત્રીજું સત્તા સાથે રહેલા અને સત્તાના લાભાર્થીઓનું. 

મનીષ દોશીએ કહ્યું કે ભાજપના નેતાઓ અને પ્રવક્તાના કારણે જૂનાગઢમાં પુર આવ્યું હતું. ભૂતકાળમાં મુખ્યમંત્રીએ જૂનાગઢમાં  જાહેરમાં કહ્યું છે કે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે પરંતુ મુખ્યમંત્રીનું  કોઈ સાંભળતું નથી. તેમણે સવાલ કર્યો કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કાગળ પર મક્કમ પગલાં ક્યારે લેશે?

જવાહર ચાવડા અંગે મનીષ દોશીએ કહ્યું કે તેમણે  જે વાત કરી તે ઘણી ગંભીર વાત છે. તો જવાહર ચાવડાની કોંગ્રેસમાં વાપસી અંગે તેમણે કહ્યું કે જવાહર ચાવડા જાહેર જીવનના નેતા છે. કોંગ્રેસમાં જોડાવું કે ન જોડાવું તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે. જવાહર ચાવડાને કોંગ્રેસમાં લેવા કે ન લેવા તે પક્ષનું નેતૃત્વ નક્કી કરશે.

આ સમાચાર શેર કરો