મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Nadiad કોર્પોરેશન મારામારી કેસ: કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટને હાઇકોર્ટમાંથી મોટી રાહત, ધરપકડ નહીં કરવા સૂચના

નડિયાદ કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના મામલે કોંગ્રેસ

Nadiad કોર્પોરેશન મારામારી કેસ: કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટને હાઇકોર્ટમાંથી મોટી રાહત, ધરપકડ નહીં કરવા સૂચના

નડિયાદ કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના મામલે કોંગ્રેસના શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ ને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. હાર્દિક ભટ્ટ વિરુદ્ધ અગાઉ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી, જેના કારણે તેઓ કાનૂની લડાઈ લડી રહ્યા હતા.

નીચલી કોર્ટમાંથી જામીન રદ થતાં હાઇકોર્ટનું શરણ

મારામારીની ઘટના બાદ હાર્દિક ભટ્ટ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. કાનૂની મદદ માટે લગભગ બે મહિનાથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નીચલી કોર્ટ દ્વારા તેમના આગોતરા જામીન રદ કરવામાં આવ્યા હતા. આથી, તેમણે રાહત મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટનું શરણ લીધું હતું.

હાઇકોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા

ગુજરાત હાઇકોર્ટે આ મામલાની સુનાવણી બાદ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટને વચગાળાના જામીન મંજૂર કરીને મોટી રાહત આપી છે. વળી, હાઇકોર્ટે ખેડા પોલીસના તપાસ અધિકારીને સ્પષ્ટ સૂચના આપી છે કે હાર્દિક ભટ્ટની ધરપકડ કરવામાં ન આવે. આ સાથે જ, તપાસ અધિકારીને હાઇકોર્ટ સમક્ષ રજૂ થવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો