Nadiad: 'વુડલેન હોટલ'માં ફૂડ વિભાગના દરોડા, ગ્રાહકના ભોજનમાંથી કાંકરો નીકળતા તંત્ર દોડતું થયું
નડિયાદ શહેરમાં મોટું નામ ધરાવતી એક પ્રતિષ્ઠિત હોટલમાં ગ્રાહકના ભોજનમાંથી કાંકરો નીકળવાની ગંભીર
નડિયાદ શહેરમાં મોટું નામ ધરાવતી એક પ્રતિષ્ઠિત હોટલમાં ગ્રાહકના ભોજનમાંથી કાંકરો નીકળવાની ગંભીર ફરિયાદ બાદ ફૂડ વિભાગે તાત્કાલિક ધોરણે ચેકિંગ હાથ ધર્યું હતું. બનાવની વિગત મુજબ, નડિયાદની જાણીતી વુડલેન હોટલમાં જમવા આવેલા એક ગ્રાહકના ભોજનમાંથી કાંકરો નીકળ્યો હતો. ખાદ્ય પદાર્થની ગુણવત્તામાં ગંભીર બેદરકારી સામે આવતા ગ્રાહકે તરત જ આ અંગે ફૂડ વિભાગને જાણ કરી હતી.
ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈને નડિયાદ કોર્પોરેશન અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો તુરંત વુડલેન હોટલ પર પહોંચી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું.
ફૂડ વિભાગની કાર્યવાહી અને દંડ
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હોટલમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જ્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા હોટલના કિચનનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે કિચનની બહારની બાજુએ ગંદકી જોવા મળી હતી. સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન થતું જણાતા કોર્પોરેશન દ્વારા હોટલને ₹ 5000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.






