મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Nadiad news ખુલ્લેઆમ થાય છે દારૂનું વેચાણ, ચકલાસી ભાજપના નેતાની સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ

ગુજરાતમાં દારૂબંધીને લઈને ફરી એક વાર ચર્ચા શરૂ થઈ છે. આ વખતે નડીયાદના ચકલા

Nadiad news  ખુલ્લેઆમ થાય છે દારૂનું વેચાણ, ચકલાસી ભાજપના નેતાની સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ

ગુજરાતમાં દારૂબંધીને લઈને ફરી એક વાર ચર્ચા શરૂ થઈ છે. આ વખતે નડીયાદના ચકલાસી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલુ હોવાના આરોપોએ રાજકારણને ગરમાવી મૂક્યું છે. ચકલાસીના મહામંત્રી અને ભાજપ નેતા હિંમત વાઘેલાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને આ મુદ્દો ઉઠાવ્યો છે.

ચકલાસીમાંથી દારૂનું દૂષણ દૂર થવું જોઈએ

તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, ચકલાસીમાંથી દારૂનું દૂષણ દૂર થવું જોઈએ. આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે વિસ્તારમાં દારૂબંધીનો કાયદો સખતાઈથી લાગુ નથી થતો અને ગેરકાયદે દારૂ વેચાણ અને સંગ્રહની ઘટનાઓ ચાલુ છે. તેમની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ કરી દીધી છે, જેમાં સ્થાનિક રહીશો અને રાજકીય કાર્યકરો સક્રિય રીતે જોડાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો