મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રાશન કાર્ડ KYCની કામગીરી ગોકળગાયની ઝડપે થતાં કોંગ્રેસ ઉગ્ર, અધિકારીઓ પર પૈસા ઉડાવાતા કરાઈ ટીંગાટોળી

સુરતમાં હાલ પૂરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક / અપડેટ કરવા તેમજ KYCની કામગીરી ચાલી રહી છે. જો

સુરતમાં રાશન કાર્ડ KYCની કામગીરી ગોકળગાયની ઝડપે થતાં કોંગ્રેસ ઉગ્ર, અધિકારીઓ પર પૈસા ઉડાવાતા કરાઈ ટીંગાટોળી

સુરતમાં હાલ પૂરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક / અપડેટ કરવા તેમજ KYCની કામગીરી ચાલી રહી છે. જો કે, આ કામગીરી ગોકળગાયની ગતિએ ધીમી ચાલી રહી છે. જેથી ઘણા ગરીબ લોકો પોતાને મળતા લાભથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી કોંગ્રેસ દ્વારા શહેરભરમાં વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં અધિકારીઓ પર પૈસા ઉડાવાતા પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃસુરતમાં રાશન કાર્ડ KYCની કામગીરી ગોકળગાયની ઝડપે થતાં કોંગ્રેસ ઉગ્ર, અધિકારીઓ પર પૈસા ઉડાવાતા કરાઈ ટીંગાટોળી

પ્રતિક ધરણા

કોંગ્રેસના કલ્પેશ બારોટે કહ્યું કે, લોકોને પોતાનો કામ ધંધો છોડી કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. છતા કામ થતું નથી.લોકોને પડતી હાલાકીનો સત્વરે ઉકેલ આવે અને કામગીરી ઝડપથી થાય તેવી માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ પુરવઠા ઝોન ઓફિસ ખાતે પ્રતિક ધારણા રાખવામાં આવ્યો છે. 

પૈસા ઉડાવાયા

રાશન કાર્ડ kycની ગોકળગાયની ઝડપે ચાલતી કામગીરીને લઈને લોકોને હાલાકી પહોંચી રહી છે. અમરોલી વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓ સહિતના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો. વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી હતી. અધિકારીઓ ઉપર પૈસા ઉડાવી વિરોધ કરાયો હતો. જેથી પોલીસે વિરોધ કરનારાની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

આ સમાચાર શેર કરો