કેવડીયા આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોની હત્યા મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસે CBI તપાસની કરી માંગ
કેવડીયા આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોની હત્યાની ઘટનાને લઈને રાજકારણ ગર

કેવડીયા આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોની હત્યાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે સીબીઆઇ તપાસ ની માંગ કરી અને પરિવારોને સરકારી નોકરી ની માંગ કરી રાષ્ટ્રપતિને રજુઆત કરવાની વાત કરી હતી.
કેવડીયા એકતાનગરમાં બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોની બાંધકામનું કામ કરતી સત્યમ કંટ્રકશન કંપનીનાં સિક્યુરિટી અને સુપરવાઈઝર સહિતના 6 લોકોએ માર માર્યા અને જેને કારણે બંને યુવાનોનું મોત થયું છે.
આ યુવાનોના મોત પર રાજનીતિ જોરશોરથી થઈ રહી છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેઓ રાજનીતિ નથી કરી રહ્યાં, પણ મૃતક આદિવાસી યુવાનોના પરિવારોને ન્યાય અપાવવા અને કસૂરવારોને કડક સજા થાય પરિવારને સરકારી નોકરી, ઘર મળે એ માટે અમે આ પરિવાર સાથે હોવાની વાત કરી રહ્યા છે.
આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી સમિતિના પ્રમુખ શિવાજીરાવ મોગે, કોંગ્રેસ એમપીનાં ધારાસભ્ય ઓમકાર સિંહ ગુજરાત વિધાનસભાનાં પૂર્વ વિપક્ષ નેતા સાથે સ્થાનિક આગેવાનો કેવડિયા ગામના પિડીત પરિવાર અને ગભાણા ગામના પિડીત પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી અને તેમના ન્યાય માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરશે.
આ સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પરિવાર ને હજુ આર્થિક સહાય મળે, નવું મકાન મળે અને પરિવારના સભ્યોને સરકારી નોકરી મળે એવી માંગ કરી કસૂરવારોને ફાંસીની સજા થાય, તેમજ આ કેસની તપાસ ગુજરાત પોલીસ નહીં, પણ CBI દ્વારા કરવામાં આવે એવી માંગ કરી હતી.








