મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'કોંગ્રેસ ગુજરાતને બદનામ કરે છે'- હર્ષ સંઘવીની અંકલેશ્વરની ખાનગી કંપનીના ઈન્ટર્વ્યૂમાં ઉમટેલા ઉમેદવારોને લઈને પ્રતિક્રિયા 

થોડા દિવસો અગાઉ અંકલેશ્વરની હોટલમાં એક ખાનગી કંપનીના ઈન્ટર્વ્યૂમાં મોટી સંખ્યામાં યુવાનો

'કોંગ્રેસ ગુજરાતને બદનામ કરે છે'- હર્ષ સંઘવીની અંકલેશ્વરની ખાનગી કંપનીના ઈન્ટર્વ્યૂમાં ઉમટેલા ઉમેદવારોને લઈને પ્રતિક્રિયા 

થોડા દિવસો અગાઉ અંકલેશ્વરની હોટલમાં એક ખાનગી કંપનીના ઈન્ટર્વ્યૂમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યાં હતાં. જેનો વીડિયો વાયરલ થયો હતો. જેથી કોંગ્રેસ દ્વારા રાજ્યની સ્થિતિને લઈને કટાક્ષ કરાયો હતો. તેને લઈને હવે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતને બદનામ કરવાનું આ કાવતરું છે. આજે સાંજ સુધીમાં આ સમગ્ર બાબતે ખુલાસો થઈ જશે.

બેરોજગારીની પડાપડી

ભરૂચ જિલ્લાની ઝઘડીયા GIDCની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝામાં ગત તા. 9મી જુલાઈએ કંપનીમાં વિવિધ જગ્યા પર અનુભવ આધારીત ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી. જે અંગેનો વીડિયો વાઇરલ થતાં જ હડકંપ મચી ગયો હતો. રોજગાર માટેની પડાપડીનો વીડિયો વિપક્ષનેતા રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે.

ગૃહમંત્રીની પ્રતિક્રિયા

ત્યારે આ સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે. આજે સાંજ સુધીમાં આ બાબતે ખુલાસો થઈ જશે, કેટલા યુવાનો નોકરી કરતા હતાં? કેટલા ઇન્ટરવ્યૂ લેવાયા છે? કેટલી નોકરી ચાલુ છે? કેટલો પગાર છે? તે તમામ બાબતે આજે ખુલાસો થઈ જશે.

આ સમાચાર શેર કરો