વાડ જ ચિભડાં ગળે તેવી સ્થિતિ, બારડોલી ટાઉન હોલમાં ટેમ્પોમાં આગ લાગી તો ફાયરના પાઈમાં પાણી જ ન આવ્યું
બારડોલી નગરમાં આવેલ સરદાર પટેલ ટાઉનહોલ પાર્કિંગમાં મુકેલા એક કચરાના ટેમ્પોમાં આગ લાગ

બારડોલી નગરમાં આવેલ સરદાર પટેલ ટાઉનહોલ પાર્કિંગમાં મુકેલા એક કચરાના ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની હતી. કલાકોની જેહમતે આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ મહત્વની બાબતે હતી ફાયર માટે જે પાઇપ લગાવવામાં આવ્યા હતા. એમાં પાણી જ નહીં આવતા ટેમ્પોમાં લાગેલ લાગ પર કાબુ મેળવવા માટે મુસીબત પડી હતી.
ફાયરબ્રિગેડની મદદ લેવાઈ
બારડોલીના રાજમાર્ગ ઉપર આવેલ મુદિત પેલેસની બાજુમાં સરદાર પટેલ ટાઉન હોલ આવેલો છે. જે ટાઉનહોલના પાર્કિંગમાં એક કચરો ભરેલ ટેમ્પો મૂકવામાં આવ્યો હતો. જ્યાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગ વિકરાળ બનતા બારડોલી ફાયર ટીમની મદદ લેવાઈ હતી. ગણતરીના કલાકોમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. બારડોલી ફાયર વિભાગ દ્વારા ફાયરના સુવિધાના નામે અનેક દુકાનદારોને રંજાડયાં પરંતુ નગરપાલિકા સંચાલિત ટાઉનહોલમાં જ ફાયરની સુવિધા કેટલી સક્ષમ છે. તેની જ ચકાસણી કરી ના હતી.
આંખ આડા કાન કર્યા ?
સરદાર પટેલ ટાઉનહોલમાં મૂકવામાં આવેલ ફાયરની સુવિધા કેટલી સક્ષમ છે. એની જ ચકાસણી કરવામાં બારડોલી ફાયર વિભાગ વામણું પુરવાર થયું હતું. સરદાર પટેલ ટાઉનહોલમાં હાલમાં જ રીનોવેશન કરાયું છે. જો ટાઉનહોલમાં કોઈ મોટો કાર્યક્રમ હોત અને આવા સમયે જો આગ લાગી હોત તો ફરી રાજકોટ વાળી ઘટનાનું પુનરાવર્તન ચોક્કસથી થશે એ વાતમાં બે મત નથી. જેથી ફાયર સુવિધાના નામે બારડોલીનું વહીવટી તંત્ર અને ફાયર ટીમ નગરમાં ફાયર ચકાસણી કરે એ જરૂરી છે જ છે. પરંતુ એની સાથે સાથે પોતાની જ તમામ કચેરીઓમાં પણ ફાયરની સુવિધા કેટલી સક્ષમ છે તેની પણ યોગ્યતા તપાસવી જરૂરી થઈ પડે છે.








