ગુજરાતમાં અહીં શાળાના ઓરડાની હાલત જર્જરિત, જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર વિદ્યાર્થીઓ
ગુજરાતમાં એક તરફ પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરાય છે. બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુક

ગુજરાતમાં એક તરફ પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરાય છે. બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલસર ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થઈ ગઈ છે. બાળકોને અભ્યાસ માટે આપવામાં આવેલ ટેબલ પણ ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં જીવના જોખમે શિક્ષકો જર્જરિત ઓરડામાં અભ્યાસ કરાવે છે. જયારે એક ઓરડાની દિવાલ અચાનક જ ધરાશાયી થઇ છે. આવી ઘટના જે ઓરડામાં બાળકો બેસે છે તમે બને તો મોટી જાનહાની થાય તેમ છે.
આ પણ વાંચોઃ સુરતમાં ફરી સામે આવ્યો શ્વાનનો આતંક, બે વર્ષની બાળકીને કપાળના ભાગે ભર્યા બચકાં
જર્જરિતનો રિપોર્ટ કરી દેવાયો
નસવાડી તાલુકાના પાલસર ગામે 1978માં ત્રણ જેટલા પ્રાથમિક શાળાના ઓરડા બનાવેલા હતાં. આ તમામ ઓરડા હાલ જર્જરિત છે. જયારે કમ્પાઉન્ડમાં આવેલા એક ઓરડાની દિવાલ પણ પડી ગયેલી છે. સાથે જે શાળાના ઓરડામાં ધોરણ 1થી 5માં 35થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તેઓને બે ઓરડામાં બેસાડવામાં આવે છે. જેમાં એક ઓરડો પતરા વાળો છે. તેની છતના લાકડા સડી ગયેલા છે. તાર બાંધીને લાકડાને બાંધવામાં આવેલા છે. જયારે બાળકોને બેસાડવામાં આવે છે. તે ઓરડા જર્જરિત છે. ગમે ત્યારે ધરાશયી થાય તેવી સ્થિતિમાં છે. તંત્ર દ્વારા આ ઓરડાઓનું સર્વે કરી દેવામાં આવ્યો છે. ઓરડા જર્જરિત છે તેવો રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે.
દિવાલ ધરાશાયી થવાની શક્યતા
હાલ તો બાળકોને જર્જરિત રૂમોમાં બેસાડવામાં આવે છે. જયારે ત્રીજો ઓરડો છે. તે કમ્પાઉન્ડમાં આવેલો છે. તે ઓરડાની દિવાલ ધરાશય થઇ ગઈ છે. આ ઓરડો બાળકો કમ્પાઉન્ડમાં રમતા હોય અને ધરાશાયી થાય તો બાળકો દબાઈ જાય તેમ છે. જયારે બાળકોને ભણવા માટે ટેબલ આપવમાં આવેલા છે. તે ટેબલ ધૂળ ખાઈ રહ્યા છે. બાળકોને ટેબલ ઉપર શિક્ષણ કાર્ય મેળવવા માટે આપવામાં આવતા નથી. જયારે શાળાના શિક્ષકના જણાવ્યા મુજબ ટેબલો ઉપર શિક્ષણ કાર્ય કરાવવા માટે મુશ્કેલી પડે છે. જયારે બે રૂમ અને બે શિક્ષક અલગ અલગ અભ્યાસ કરાવતા હોય ત્યારે પુરેપુરી જગ્યા બાળકોને મળે છે. પરંતુ શિક્ષણ કાર્ય માટે ટેબલ આપવામાં આવતા નથી.








