મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: અમદાવાદ પોલીસની વ્યાજખોરો સામે તવાઇ, બે અલગ અલગ ઘટનામાં 10 લોકોની ધરપકડ

રાજ્ય સરકારની વ્યાજખોરો સામે ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત મણિનગર પોલીસ અને વટ

અમદાવાદ: અમદાવાદ પોલીસની વ્યાજખોરો સામે તવાઇ, બે અલગ અલગ ઘટનામાં 10 લોકોની ધરપકડ

રાજ્ય સરકારની વ્યાજખોરો સામે ઝુંબેશ ચાલી રહી છે. આ  અંતર્ગત મણિનગર પોલીસ અને વટવા GODC પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.  મણિનગર અને વટવામાં કુલ 12 વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો હતો. 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 જયેશ રબારી, રૂતિક પાટડિયા,સુમિત પટેલ અને પરેશ દેસાઈની ધરપકડ કરી

મણિનગર પોલીસે જયેશ રબારી, રૂતિક પાટડિયા,સુમિત પટેલ અને પરેશ દેસાઈની ધરપકડ કરી હતી.

ફરિયાદીએ બહેનની સારવાર માટે વ્યાજે 4 લાખ 89 હજાર રૂપિયા લીધા હતા, જેની સામે તેણે વ્યાજખોરોને 15 લાખ 39 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.તેમ છતાં વ્યાજખોરોએ તેની પાસે વધુ 3 લાખ 45 હજાર રૂપિયાની માંગ કરી હતી.વ્યાજખોરોએ ઊંચું વ્યાજ મેળવી ઘરવખરી અને કીમતી સામાન ગીરવે મુકાવ્યો હતો.

વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વટવા GIDCમાં ધંધો બરોબર ન ચાલતો હોવાથી એક શખ્સે 7 લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારે માથાભારે આ શખ્સોએ  વ્યાજે રૂપિયા આપ્યા હતા.

આ કેસમાં આરોપીઓએ ફરિયાદીના ભાઈની ચાર કાર, ટ્રક, આઈસર, તેમજ સ્કોર્પિયો ગાડી પચાવી લીધી હતી. પહેલા 10 ટકા વ્યાજે 25 લાખ લીધા અને અન્ય આરોપી પાસેથી 15 ટકા વ્યાજે 18 લાખ લીધા હતા.

વટવા GIDC પોલીસે 7 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી

વટવા GIDC પોલીસે આરોપી ગોપાલ ઝાપડા, કલ્પેશ લાબરીયા, જીગ્નેશ મુધવા, માલાભાઈ ભરવાડ,મુકેશ ભરવાડ, કલ્પેશ રબારી અને ગોપાલ ભરવાડ સામે ફરિયાદ  દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ 6 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો