મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પત્રકાર દિર્ઘાયુ વ્યાસ સામે ખંડણી અને ધમકીની ફરિયાદ,સિંધી વેપારી પાસેથી કર્યો લાખો રૂપિયાનો તોડ

ગુજરાતની એક વેબસાઇટના પત્રકાર દિર્ઘાયુ વ્યાસે ક્રાઇમ બ્રાન્ચમાં અરજીનો નિકાલ કરીને

પત્રકાર દિર્ઘાયુ વ્યાસ સામે ખંડણી અને ધમકીની ફરિયાદ,સિંધી વેપારી પાસેથી કર્યો લાખો રૂપિયાનો તોડ

ગુજરાતની એક વેબસાઇટના પત્રકાર દિર્ઘાયુ વ્યાસે ક્રાઇમ બ્રાન્ચમાં અરજીનો નિકાલ કરીને સમગ્ર મામલે પતાવત કરાવી આપવાનું કહીને 10 લાખનો તોડ કર્યાની ફરિયાદ મામલે મુશ્કેલી વધી છે. દિર્ઘાયુ વ્યાસ સામે નિકોલમાં રિવોલ્વર બતાવીને PSIની ઓળખ આપીને યુવકને ધમકી આપ્યાની ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ છે.

પોલીસ ફરિયાદ હલ કરવા દિર્ઘાયુ વ્યાસે લાખો પડાવ્યા
 
દિર્ઘાયુ વ્યાસે પોલીસ વિભાગમાં સારી ઓળખાણ હોવાનું કહી ફરીયાદીની ફરિયાદનો ઝડપથી ઉકેલ લાવી ખર્ચ થયેલ રૂપિયા પાછા અપાવી દેશે તેમ કહીને પૈસા પડાવ્યા હતા. તેમજ બે નવા આઇફોન તથા બે કારવાન મ્યુઝીક સિસ્ટમ તથા વકિલની ફીનું કહી તેમજ તેની સાથે આવેલા મોહન લાલવાણીએ (રૂપિયા 80000)ના કપડા લઇ અને પોલીસ ખાતામાં કામ કરાવવાના નામે 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ સાથે જ વેટ,હેલ્થ,ફૂડ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગની રેડ કરાવી ફરિયાદીની બેકરીને સીલ મરાવ્યું હતું અને દારૂના ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલી જેવાની ધમકી આપી હતી.

અમદાવાદ એરપોર્ટ રોડ પર રહેતા મુકેશ ખુશાલા (સીંધી) મકાન લે વેચનો દલાલીનો ધંધો કરે છે તેમજ રીશી રીચ બેકરી પણ ચલાવે છે. આ સાથે હાફ ટીકી બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી લઇ રેડીમેઇડ કપડાનો વ્યવસાય ચાલુ કરવા માટે દલાલ મારફતે રણજીતસિંહ આહુજાનો સંપર્ક થયો હતો.ત આ રણજીતસિંહ આહુજા તથા તેના દિકરા અને પત્ની તેમજ તેના ભાગીદારની માલીકીની ત્રણ દુકાનો માસિક રૂપિયા 75000ના ભાડાથી લીધી હતી. આ ત્રણેય દુકાનોનું  ત્રણ માસનું એડવાન્સ ભાડુ તથા દલાલને દલાલી ચુકવી દુકાનનો કબ્જો મેળવ્યો હતો. 

આ હાફ ટીકી શો રૂમ ચાલુ કરવા માટે દુકાનમાં ઇન્ટીરીયર તથા ફર્નીચરનું કામ ચાલુ કરાવ્યું હતું  અને રેડીમેઇડ કપડા પાછળ લાખો રૂપિયા ખર્ચ કર્યો હતો. શો રૂમના ઓપનિંગના એક મહિના પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ત્રણેય દુકાનો સીલ મારી દીધી હતી જેથી આ દુકાનો બનાવનાર રણજીતસિંહ આહુજાએ પરમીશન વગર બાંધકામ કર્યું હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દુકાન સીલ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

દિર્ઘાયુ વ્યાસે વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

વર્ષ 2017માં સરદારનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જેની તપાસ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ચાલુ હતી. આ દરમિાયન મોહન લાલવાણીએ જણાવ્યું હતું કે, મારા ઓળખીતા જાણીતા પહોંચવાળા પત્રકાર દિર્ઘાયુ વ્યાસ છે જેમની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઓળખાણ છે તે તમારૂ કામ કરાવી આપશે.

દિર્ઘાયુ વ્યાસે જણાવ્યું કે પોલીસમાં તમારી ફરીયાદ લેવડાવી તમારી દુકાનો અથવા તો કરેલ ખર્ચના રૂપિયા પરત અપાવી દઇશ. મારી ઉચ્ચ પોલીસ ઓફિસર સાથે વાત થઇ ગયેલ છે તેમ જણાવી આ કામ ટુંક સમયમાં કરી આપવા માટે બે નવા આઇફોન અને મ્યુઝીક સિસ્ટમ માંગી હતી.આ ઉપરાંત તેના દસેક દિવસ પછી દિર્ઘાયુ વ્યાસે પોલીસ ખાતામાં કામ કરાવવા માટે 2 લાખ રોકડા માંગ્યા હતા અને રૂપિયા આપવાની ના પાડતા દિર્ઘાયુ વ્યાસે  ધમકી આપી હતી કે, તુ પૈસા નહીં આપે તો હું તને વેટ,હેલ્થ,ફુડ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગની રેઇડો કરાવી બેકરીને સીલ કરાવી દેવા અને દારૂના ખોટા કેસમાં ફીટ કરાવી જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી. દિર્ઘાયુ વ્યાસે ફરીયાદી પાસેથી બળજબરી પૂર્વક રોકડા 2 લાખ રૂપિયા લઇ લીધા હતા.ત્યારબાદ ફરીયાદીએ હરચરણ કૌર રણજીત આહુજા, ભગતસિંહ, ખુશ્બુબેન આબવાણી સહિત પાંચ લોકો વિરૂદ્ધ IPCની કલમ 406,420, 467,468,114 મુજબની ફરીયાદ આપી હતી. ફરીયાદ દાખલ થયા બાદ આરોપીઓએ આગોતરા જામીન અરજી કરતા આરોપીઓને આગોતરા જામીન ન મળે તે માટે દિર્ઘાયુ વ્યાસ તથા મોહન લાલવાણીએ જણાવ્યું કે આ કેસમાં વકીલ રોકવો પડશે નહીં તો તમે કેસ હારી જશો તેમ ડરાવી એડવોકેટની ફી પેટે 5 લાખ અપાવ્યા હતા.

આ સમયગાળા દરમિયાન મોહન લાલવાણીએ દિર્ઘાયુ વ્યાસ સાથે ફોન પર વાત કરાવી કપડા તારા બનેવીને અપાવી દે એવું કહ્યું હતું અને 70થી 80 હજારના કપડા લઇ ગયા હતા.આ કેસમાં કોઇ નિકાલ નહીં આવતા દિર્ઘાયુ વ્યાસ તથા મોહન લાલવાણી પાસે પૈસા પરત માંગતા બન્નેએ ફરીયાદીને કહ્યું કે, આ બાતને લઇને અમને કઇ પૂછવાનું નહીં કે ફોન કરવાનો નહીં નહિતક ફૂડ ઇન્સ્પેક્ટર તથા વેટ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગની રેઇડ કરાવી તારી બેકરીને સીલ કરાવી દઇશ અને તને દારૂના ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ તેવી ધમકી આપી હતી. IPC એક્ટ અનુસાર દિર્ઘાયુ વ્યાસ સામે  સેક્શન 384,420,506 (1), 114ns કલમ હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  

આ સમાચાર શેર કરો