ડિંડોલીમાં રહેતા હરિયાણાના યુવકને ગેરકાયદે USA મોકલનાર બે એજન્ટ સામે ફરિયાદ
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા હરિયાણાના એક યુવકને ગ

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા હરિયાણાના એક યુવકને ગેરકાયદે રીતે અમેરિકા મોકલનાર બે એજન્ટ સામે સુરત ક્રાઈમ બ્રાંચમાં હરિયાણા પોલીસે જીરો નંબરથી ટ્રાંસફર કરી હતી. આ બનાવમાં વર્ષ-2024માં ફરિયાદી ડિંડોલીના રામી પાર્કમાં રહેતો હતો જ્યાં તેણી સંપર્ક અબ્દુલ સાથે થયો હતો
અબ્દુલ પોતે USA મોકલવાનું એજન્ટનું કામ કરતા હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું તે ઉપરાંત તેણે ઘણા લોકોને અગાઉ USA મોકલ્યા હોવાનુ જણાવ્યું હતું. તથા ત્યાં રહેવા જમવાનું અને કામ પણ અપાવવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો જો બહાર જવું હોય તો રૂપિયા 35 લાખમાં તમારું બધું જ સેટિંગ USAમાં થઈ જશે એવું કહીંને અમેરિકા ગેરકાયદે રીતે મોકલી દીધો હતો.
જેને આધારે ફરિયાદીએ અબ્દુલને રૂપિયા 35 લાખ આપ્યા હતાજેમાં ફરિયાદી 6 ઓગસ્ટ 2024ના રોજ અબ્દુલે મુંબઇ એરપોર્ટથી ગુયાનાની ટિકિટ કરીને મોકલી આપ્યો હતો. જ્યાં એરપોર્ટ ઉપર અબ્દુલનો બીજા એજન્ટ પ્રદીપનો સંપર્ક કરવા માટે કહ્યું હતું. ફરિયાદીએ પ્રદીપ નો સંપર્ક કર્યા બાદ તેની પાસેથી સીમ અને પાસપોર્ટ લઈ લીધો હતો.
આ હરિયાણાનો યુવક મુંબઈ એરપોર્ટથી ફરિયાદી સૌપ્રથમ વખત સીધો બ્રાઝિલ પહોંચ્યો હતો. જ્યાં બ્રાઝિલમાં 10 દિવસ રોકાય બાદ અબ્દુલના અન્ય એજન્ટે ફરિયાદીને પોતાની એકુયાડોરમાં લઈ ગયો હતો.
એકુયાડોરમાં ફરિયાદીને એક જેલના કેદીની જેમ 35 દિવસ સુધી રૂમમાં રાખ્યો હતો. જ્યાં ફરિયાદીને શંકા જતા અબ્દુલ સંપર્ક કર્યો હતો જેમાં અબ્દુલએ બહાના કાઢવાના શરૂ કર્યા હતા. ફરિયાદીએ પૈસા પરત માંગતા અબ્દુલે વિદેશમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં ફરિયાદી ગમે તે રીતે એકુયાડોરનું બોર્ડર ક્રોસ કરી USAમાં પ્રવેશ કર્યો હતો.ફરિયાદી બોર્ડર ક્રોસ કરતા જ USA પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો જેમાં ગત 16 ફેબ્રુઆરી-2025ના રોજ USA પોલીસે ફરિયાદીને આર્મી એરોપ્લેનમાં ભારત મોકલી આપ્યો હતો. હાલ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આ તપાસ સુરત SOG પોલીસને સોંપી છે








