મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: મૃગીકુંડમાં સ્નાન કરવા મામલે કીર્તિ પટેલ સામે ગાળિયો કસાયો, PI સાથે ઘર્ષણ બદલ ગુનો દાખલ

સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલે જુનાગઢમાં મહા શિવરાત્રિના મેળામાં

Junagadh news: મૃગીકુંડમાં સ્નાન કરવા મામલે કીર્તિ પટેલ સામે ગાળિયો કસાયો, PI સાથે ઘર્ષણ બદલ ગુનો દાખલ

સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલે જુનાગઢમાં મહા શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં ઘૂસી ડૂબકી લગાવતા નવો વિવાદ ઊભો થયો છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ઘર્ષણ બદલ કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. 

ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

મળતી માહિતી અનુસાર, PI કે.જે મોડે ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરૂદ્ધ ગેરવર્તન બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ પટેલ નાગા સાધુઓ સાથે દેખાઈ રહી છે. જૂના અખાડામાં સાધુ સંતો સાથે તેણે વીડિયો બનાવ્યો છે. જેમાં તે ઓમ નમો નારાયણ અને હર હર મહાદેવના નાદ લગાવી રહી છે. ત્યારે કીર્તિ પટેલ સામે ફાટી નીકળેલા સાધુ સંતોના રોષ વચ્ચે વધુ એક વીડિયો સામે આવતા આ ઘટના હાલ ગુજરાતમાં ચર્ચાસ્પદ બની છે.

ઇન્દ્રભારતી બાપુ પર કર્યા હતા આક્ષેપ

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મૃગીકુંડમાં સ્નાન કરવાના મુદ્દે કીર્તિ પટેલ અને સાધુ સમાજ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કીર્તિ પટેલે સીધો ઇન્દ્રભારતી બાપુ સામે મોરચો માંડતા ગંભીર આક્ષેપો કર્યા છે કે, ઇન્દ્રભારતી બાપુ માત્ર તેમના જ શિષ્યોને મહત્ત્વ  આપે છે અને અન્ય યુવતીઓ સ્નાન કરે ત્યારે મૌન રહે છે. જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ નવો વિવાદ સામે આવ્યો છે. 

કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર શ્રેણીબદ્ધ સ્ટોરીઝ મૂકીને ચેલેન્જ ફેંકી

કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર  એક પછી એક સ્ટોરીઝ મૂકીને  ઈન્દ્રાભારતી બાપુને ચેલેન્જ ફેંકી છે કે તે આજે રાત્રે 9 વાગ્યે લાઈવ થઈને બાપુના કચ્છથી મુંબઈ સુધીના તમામ કચ્ચા ચિઠ્ઠા પુરાવા સાથે જાહેર કરશે. આ વિવાદને પગલે  સોશિયલ મીડિયામાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી

જૂનાગઢમાં મહા શિવરાત્રિના મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. જ્યાં તે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાનમાં પહોંચતા વિવાદ છેડાયો હતો. વાઇરલ વીડિયોમાં કીર્તિ સાધુઓની વચ્ચે જ મૃગીકુંડમાં ડૂબકી લગાવે છે અને ‘હર હર મહાદેવ’નો નાદ કરતી જોવા મળી  હતી. જોકે, તંત્રને ધ્યાને આવતાં તરત જ કીર્તિને ત્યાંથી દૂર કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો