Junagadh news: કીર્તિ પટેલનો મૃગીકુંડમાં સ્નાન વિવાદ વકર્યો, ઈન્દ્રાબાપુ પર લગાવ્યા ગંભીર આરોપ
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મૃગીકુંડમાં સ્નાન કરવાના મુદ્દે કીર્તિ

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મૃગીકુંડમાં સ્નાન કરવાના મુદ્દે કીર્તિ પટેલ અને સાધુ સમાજ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કીર્તિ પટેલે સીધો ઇન્દ્રભારતી બાપુ સામે મોરચો માંડતા ગંભીર આક્ષેપો કર્યા છે કે, ઇન્દ્રભારતી બાપુ માત્ર તેમના જ શિષ્યોને મહત્ત્વ આપે છે અને અન્ય યુવતીઓ સ્નાન કરે ત્યારે મૌન રહે છે. જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ નવો વિવાદ સામે આવ્યો છે.
કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર શ્રેણીબદ્ધ સ્ટોરીઝ મૂકીને ચેલેન્જ ફેંકી
કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક સ્ટોરીઝ મૂકીને ઈન્દ્રાભારતી બાપુને ચેલેન્જ ફેંકી છે કે તે આજે રાત્રે 9 વાગ્યે લાઈવ થઈને બાપુના કચ્છથી મુંબઈ સુધીના તમામ કચ્ચા ચિઠ્ઠા પુરાવા સાથે જાહેર કરશે. આ વિવાદને પગલે સોશિયલ મીડિયામાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી
જૂનાગઢમાં મહા શિવરાત્રિના મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. જ્યાં તે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાનમાં પહોંચતા વિવાદ છેડાયો હતો. વાઇરલ વીડિયોમાં કીર્તિ સાધુઓની વચ્ચે જ મૃગીકુંડમાં ડૂબકી લગાવે છે અને ‘હર હર મહાદેવ’નો નાદ કરતી જોવા મળી હતી. જોકે, તંત્રને ધ્યાને આવતાં તરત જ કીર્તિને ત્યાંથી દૂર કરવામાં આવી હતી.





