સુરતમાં બ્રીજના ડિવાઈડર સાથે અથડાતા કોલેજિયનનું મોત, બીજા મિત્રને પગમાં થયું ફ્રેક્ચર
સુરતમાં માર્ગ અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીની રજાઓમાં બેફામ વાહનો ચલાવાતા હોવાથી અકસ્મા

સુરતમાં માર્ગ અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીની રજાઓમાં બેફામ વાહનો ચલાવાતા હોવાથી અકસ્માત પણ વધી રહ્યાં છે. ત્યારે ભેસ્તાનમાં બ્રીજની ડિવાઇડર સાથે બાઇક ભટકાતા ઇજા પામેલા બે મિત્રો પૈકી કોલેજીયનનું મોત નીંપજયું હતું.જ્યારે બીજા યુવકને પગમાં ફ્રેક્ચર થયું હતું.
ઓવરબ્રિજ પર અકસ્માત
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભેસ્તાનમાં પ્રિયંકા ગ્રીન પાર્કમાં રહેતો ૧૮ વર્ષીય અભય ઉર્ફે બાલકિશન મુલચંદ્ર નિશાદ અને તેનો મિત્ર નીંરજ શાહ (ઉ-વ-૨૧) સાથે બાઇક પર ગત સાંજે કામ અર્થે જતા હતા. તે સમયે ભેસ્તાન ત્રણ રસ્તા પાસે ઓવર બ્રીજ ઉપર બાઇક ડિવાઇડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મિત્રોને ઇજા થતા સારવાર માટે તરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મૃતક કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો
સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે બાલકિશનને મૃત જાહેર કર્યો હતો. જયારે તેના મિત્રને પગમાં ફ્રેકચર હોવાનું જાણવા મળ્યુ હતું. જયારે બાલકિશન મુળ ઉતરપ્રદેશમાં બાંદાનો વતની હતો. તે ઉધના ખાતેની સિટીઝન કોલેજમાં બી.કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના બે ભાઇ અને એક બહેન છે. તેના પિતા મિલમાં નોકરી કરતા હતા.








