મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોલેજની હોસ્ટેલમાં બાપની ઓળખ આપી છોકરીને ઘરે લઈ આવ્યો, દુષ્કર્મ આચરનાર પરણિત નરાધમ ઝડપાયો

સુરતમાં દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોલેજની હોસ્ટેલમા રહીને અ

કોલેજની હોસ્ટેલમાં બાપની ઓળખ આપી છોકરીને ઘરે લઈ આવ્યો, દુષ્કર્મ આચરનાર પરણિત નરાધમ ઝડપાયો

સુરતમાં દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોલેજની હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં હોસ્ટેલમાં પોતે સગીરાનો પિતા હોવાની ઓળખ આપતો હતો. બાદમાં તેને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. બાદમાં સગીરા પરિણીત નરાધમની ચુંગાલમાંથી છૂટીને પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

કોરોના વખતે ઓળખાણ થયેલી

સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી. પછી બંને જણા સોશ્યિલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા. જેમાં વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી હતી. બાદમાં સગીરાને હોસ્ટેલથી ભગાડી સ્કૂલ બસ ડ્રાઈવર મુકેશ દુધાતે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વિદ્યાર્થિનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી. પરણીત નરાધમની ચુંગાલમાં ફસાયેલી યુવતીને આખરે તેના વતન રહેતા પિતા લઈ ગયા હતાં. જ્યાં તેણીએ સમગ્ર હકીકત જણાવી હતી.

પિતાને આપી ધમકી

નરાધમ મુકેશ દુધાત સગીરાના પિતાને પણ ફોનમાં ધમકી આપતો હતો.  મે તમારી છોકરી પાછળ બે લાખનો ખર્ચ કર્યો છે તે અથવા છોકરી મને આપો નહિ તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ એવી ધમકી આપી હતી. જેથી સગીરાની ફરિયાદના આધારે સરથાણા પોલીસે મુકેશ પટેલને ઝડપી લીધો છે. પોલીસે ૨૪ વર્ષીય રોશન મુકેશ દૂધાત સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ સમાચાર શેર કરો