સુરતમાં કલેક્ટર કચેરીએ જિલ્લા સૈનિક બોર્ડ કલ્યાણ સમિતિની બેઠકમાં પૂર્વ સૈનિકો અને શહીદોના પુનઃવસવાટની થઈ ચર્ચા
દેશના સીમાડા સાચવતા સૈનિકો માટે સુરતમાં સંસ્થાઓ અલગ અલગ કામ કરે છે.ત્યારે આજે જિલ્લ

દેશના સીમાડા સાચવતા સૈનિકો માટે સુરતમાં સંસ્થાઓ અલગ અલગ કામ કરે છે.ત્યારે આજે જિલ્લા કલેક્ટર કચેરીએ સૈનિક બોર્ડ કલ્યાણ સમિતિની બેઠક મળી હતી. જેમાં સૈનિકો તેમજ શહીદોના આશ્રિતોના પુનર્વસવાટ તેમજ અન્ય પ્રશ્નોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સેવા સદન ક્લેક્ટર કચેરી ખાતે વિજય રબારીના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રશ્નોની થઈ ચર્ચા
બેઠકમાં માજી સૈનિકોને લગતા વિવિધ પ્રશ્નોની ગહન ચર્ચા કરવામાં આવી હતી. સૈનિકોને સીએસડી કેન્ટિનની સુવિધા મહિનામાં એકવાર મળે છે. તેને કાયમી મળે તેવું રજૂઆત કરવી તેમજ સરકાર તરફથી આવાસ યોજનામાં જે ફલેટ આપવામાં આવે છે. તે માજી સૈનિકો માટે ટુ તેમજ થ્રી બીએચકેના માજી સૈનિકોને આપવામાં આવે તેમજ જે માજી સૈનિકોના ગનના લાઇસન્સ જમ્મુ કાશ્મીરમાં લીધેલી છે. તે અહી રીન્યૂ થતાં નથી અહી રીન્યૂ અહી થાય તે બાબતોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
ઉકેલ માટે હકારાત્મક અભિગમ
આજની મિટિંગ માં પોલીસ કમિશનર કચેરી રોજગાર અધિકારી પ્રિતિનિધી જિલ્લા તિજોરી અધીકારી જેવા વિવિધ શાખાના પ્રતિંનીધિઓએ હાજરી આપી હતી.બધા પ્રશ્નો ઉકેલ માટે હકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો હતો. બિનસરકારી પ્રતિંનિધી તરીકે સામાજિક અગ્રણી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન પ્રમુખ ઘનશ્યામ બિરલા, આય સપોર્ટ ફાઉન્ડેશનના ભરત વરિયા જેવા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમની માહિતી મદદનીશ અધિકારી દિવ્યેશ મૂરલીવાલાએ આપી હતી.








