મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં મેટ્રો બ્રિજના ભંગાણથી 'નબળા વિકાસ'ની પોલ ખુલી, તોડતોબ સરદાર બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ

સુરતમાં સારોલી પાસે મેટ્રોમાં બનેલી ઘટનાને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. સરદાર બ્રિજ હેવી વ્હીટ્કલ મા

સુરતમાં મેટ્રો બ્રિજના ભંગાણથી 'નબળા વિકાસ'ની પોલ ખુલી, તોડતોબ સરદાર બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ

સુરતમાં સારોલી પાસે મેટ્રોમાં બનેલી ઘટનાને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. સરદાર બ્રિજ હેવી વ્હીટ્કલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી એસવીએનાઇટી સુધી લોકોએ લંબાવવાનો વારો આવ્યો છે. બ્રિજ પર પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. શહેરના ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર પણ આ સ્થિતી જોવા મળી રહી છે. મેટ્રોનો નમી પડેલો સ્પાન રિપેરીગ કરવામાં આવી રહ્યો છે. ત્યાં પણ વાહનોને ડાયવરઝન આપવામાં આવ્યું છે.

સારોલીમાં ટ્રાફિક ડાયવર્જન

સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-ટુની જે કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન તેના સ્પાનમા ખામી સર્જાઇ હતી. હાલ આ સ્પાન હટાવવા માટેની કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાય છે. જેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના તમામ એવા પોઇન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે, ત્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ડાયવર્જનની ભરમાર

ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યુ કે, મજુરાગેટ, રીંગ રોડ બ્રિજ, સરદાર બ્રિજ, ઉધના બ્રિજ, પર્વત પાટિયા બ્રિજ, સહારા દરવાજા બ્રિજ, કમેલા દરવાજા બ્રિજ સહિતના જેટલા પણ ઓવરબ્રિજ છે, જે પર્વત પાટિયા વિસ્તારના પોઇન્ટ પર જોડાય છે, ત્યાં હાલ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ તમામ બ્રિજના પોઇન્ટ પર ટ્રાફિક વિભાગના જવાનો તેનાત છે, જેઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. ખાસ કરીને ઉધના સર્કલ, ગુજરાત ગેસ સર્કલ ત્યાંથી લઈ પર્વત પાટિયાના જંકશન પર તે ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે. આખા સિટીના જે પણ પોઇન્ટ પર્વત પાટિયા સુધી પહોંચે છે, જેમાં સીતારામનગર ચાર રસ્તા પણ સામેલ છે. ત્યાંથી ડાઈવર્ઝન અમે આપેલું છે.

આ સમાચાર શેર કરો