મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપની જીત બા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપની જીત બાદ કમલમમાં બપોરે 3.30 વાગ્યે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી અને કાર્યકરો-નાગરિકોનો આભાર માન્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?

ગુજરાતમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સાઇટ X પર ટ્વિટ કરતા લખ્યુ, "ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન-જનને સ્પર્શતા સર્વાંગીણ વિકાસની ગેરંટી. ભાજપા એટલે કોરા વાયદાની નહિ, પણ નક્કર વિકાસની રાજનીતિ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશે વૈશ્વિક વિકાસ સાધીને દુનિયામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં પણ છેલ્લા અઢી દાયકાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે. ગુજરાતના નાગરિકોએ ભાજપાની વિકાસધારા પ્રત્યે સદૈવ અખંડ વિશ્વાસ રાખ્યો છે. સૌના સહિયારા પ્રયાસોથી પ્રદેશ ભાજપા, રાજ્ય સ્તરથી લઈને ગ્રામીણ સ્તર સુધી, જનકલ્યાણ માટે અને સર્વાંગીણ વિકાસ માટે કોઈ કસર છોડશે નહિ. માનનીય પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજીના નેતૃત્વમાં રાષ્ટ્રસેવાને પ્રતિબદ્ધ ભાજપા પરિવારને હૃદયથી અભિનંદન."

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને ભાજપની જીતને વધાવી હતી.

આ સમાચાર શેર કરો