મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR : બગદાણા ગુરૂપૂર્ણિમા ઉત્સવમાં સામેલ થશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , તડામાર તૈયારીઓ

Bhavnagar News : આવતીકાલે 21 જુલાઈએ ગુરૂપૂર્ણિમા ઉત્સવની બગદાણા ધામમાં ધામધુમપ

BHAVNAGAR : બગદાણા ગુરૂપૂર્ણિમા ઉત્સવમાં સામેલ થશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , તડામાર તૈયારીઓ

Bhavnagar News : આવતીકાલે 21 જુલાઈએ  ગુરૂપૂર્ણિમા ઉત્સવની બગદાણા ધામમાં ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને બગદાણા ધામ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાલે  ગુરુપૂર્ણિમાના દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ દર્શને આવવાના હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી આવ્યો છે. 

બગદાણામાં ગુરૂપૂર્ણિમાની વર્ષોથી ચાલી આવતી ઉજ્જવળ  પરંપરા

બગદાલમ ઋષિ, બગડેશ્વર મહાદેવ, બગડ નદી, બગદાણા ગામ અને બજરંગદાસ બાપા એમ પાંચ 'બ'ના શુભ સમન્વય વાળા પાવન ગામ બગદાણા ખાતે આગામી તા.21-7 ને રવિવારના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. બગદાણા ગુરુ આશ્રમની પાવન અને વર્ષોથી ચાલી આવતી ઉજ્જવળ  પરંપરાના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં હજારો ભાવિક ભક્તજનો સામેલ થશે. 

ગુરૂપૂર્ણિમા ઉત્સવ પર બગદાણાનું ટાઈમટેબલ 

21 જુલાઈ અષાઢી પૂનમ એટલે કે ગુરૂપૂર્ણિમાના રોજ મંગલા આરતી સવારે 5 કલાકે, ધ્વજા પૂજન સવારે 7થી 8 કલાક સુધી, ધ્વજારોહણ સવારે 8થી 8:30 કલાક સુધી, ગુરુપૂજન સવારે 8:30 થી 9:30 કલાક સુધી, રાજભોગ આરતી સવારે 9:30થી 10 કલાક સુધી જ્યારે ભોજન પ્રસાદ વિતરણ સવારના 10 કલાકથી અવિરત પણે શરૂ રહેશે. 

એક લાખથી પણ વધારે ભાવિકભક્તો બગદાણા આવશે

આ ગુરૂપૂર્ણિમા મહોત્સવમાં એક લાખથી પણ વધારે ભાવિકભક્તો ઉપસ્થિત રહેનાર હોય તેમની વ્યવસ્થા અને તૈયારી માટે અહીં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે 300 ગામોના સ્વયંસેવકોને કામગીરીની સોંપણી કરી દેવામાં આવી છે. 4000 કરતા વધુ સ્વયંસેવકો બે દિવસ દરમિયાન સેવા આપશે, જેમાં જ એક લાખ કરતા વધુ લોકો  આ બે દિવસ દરમિયાન દર્શને આવશે તેમને પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ મંદિર તરફથી ઊભી કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો