મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં સફાઈકર્મીએ ગોઠવ્યો મોબાઈલ, કેમેરાથી રેકોર્ડિંગ કરતાં ઝડપાયો

સુરતના પીપલોદની કે'સ ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં મોબાઈલના કેમેરાથી રેકોર્ડિંગ કરાતું હ

Surat News: રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં સફાઈકર્મીએ ગોઠવ્યો મોબાઈલ, કેમેરાથી રેકોર્ડિંગ કરતાં ઝડપાયો

સુરતના પીપલોદની કે'સ ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં મોબાઈલના કેમેરાથી રેકોર્ડિંગ કરાતું હોવાના મુદ્દે હોબાળો મચી ગયો હતો. એક મહિલાના ધ્યાનમાં વેન્ટિલેશન માટે રાખવામાં આવેલી જાળીમાં ફોન હોવાનું આવતાં સમગ્ર મુદ્દે હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ સફાઈકર્મીને સવાલો કરવામાં આવતાં ગેંગેફેંફે થઈ ગઈ હતી. જેથી તેને પોલીસ હવાલે કરાયો હતો. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લોકોએ વિરોધ કર્યો

મહિલાઓના વોશરૂમમાં મોબાઈલ ફોન મુકાયો હતો. રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાનું જ ધ્યાન પડતા હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ લોકોએ ભેગા થઈ વિરોધ કર્યો હતો. ફિમેલ વોશરૂમમાં પુરુષ સફાઈકર્મીને શા માટે મોકલવામાં આવતા હોવાના પ્રશ્ન પૂછ્યા હતાં. આખો મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલમાંથી વાંધાજનક વીડિયો મળ્યા

ડીસીપી વિજયસિંગ ગુજ્જરે કહ્યું કે, પીપલોદ વિસ્તારમાં આવેલી કે',સ ચારકોલ રેસ્ટોરન્ટ વીડિયો સામે આવ્યો છએ. ઉમરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.રેસ્ટોરન્ટના સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરવામાં આવી છે.બાથરૂમમાં મોબાઈલ સુરેન્દ્ર રાણાનો હતો.મોબાઈલમાં બીજા ચાર પાંચ વીડિયો મળી આવ્યા છે. મોબાઈલની પ્રાથમિક તપાસમાં પોર્ન વીડિયો ફિલ્મ વધુ જોવાતી હોવાની પણ હિસ્ટ્રી મળી આવી છે.

આ સમાચાર શેર કરો