સુરેન્દ્રનગર: KYC અને આધારકાર્ડ કેન્દ્રો પર ઘર્ષણ, કંટાળેલી પ્રજાએ તોડફોડ કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં KYC અને આધારકાર્ડ કેન્દ્રો પર ઘર્ષણની ઘટનાઓ સામે આવી છે. પાટડીમાં આધારકાર્ડ કેન્દ્ર પર ફરજ બજ

સુરેન્દ્રનગર જિલ્લામાં KYC અને આધારકાર્ડ કેન્દ્રો પર ઘર્ષણની ઘટનાઓ સામે આવી છે. પાટડીમાં આધારકાર્ડ કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. લાઇનમાં ઉભી રહેલી કંટાળેલી પ્રજાએ સિસ્ટમના સાધનોમાં પણ તોડફોડ કરી હતી.
પાટડીમાં KYC અને આધારકાર્ડ કેન્દ્ર પર ઘર્ષણ
પાટડીમાં લાઇનમાં ઉભી રહીને કંટાળેલી પ્રજાએ KYC અને આધારકાર્ડ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં પણ KYCની કામગીરીને લઈ ઓપરેટરો અને જનતા વચ્ચે ઝઘડાની થયા હતા. KYC કરાવવું ફરજિયાત છે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સિસ્ટમના અભાવને કારણે લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ઘરે બેઠા કરો Ration Cardનું E-KYC, લાંબી લાઈનોમાં ઉભા રહેવાથી મળશે છૂટકારો!
KYC અને આધારકાર્ડ કાઢનાર કર્મચારીઓ ઘર્ષણનો ભોગ બની રહ્યાં છે. સિસ્ટમ વ્યવસ્થામાં વધારો કરી આધારકાર્ડ અને KYC કેન્દ્ર વધારવાની માંગ ઉભી થઇ છે.






