મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ઘરે બેઠા કરો Ration Cardનું E-KYC, લાંબી લાઈનોમાં ઉભા રહેવાથી મળશે છૂટકારો!

Ration Card E-KYC: અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ લોકો રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ E-KYC કરવા માટે લાઈનોમાં લાગ્યા છે પણ શું તમ

ઘરે બેઠા કરો Ration Cardનું E-KYC, લાંબી લાઈનોમાં ઉભા રહેવાથી મળશે છૂટકારો!

Ration Card E-KYC: અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ લોકો રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ E-KYC કરવા માટે લાઈનોમાં લાગ્યા છે પણ શું તમે જાણો છો? ઘરે બેઠા સરળતાથી તમે તમારા મોબાઈલમાંથી Ration Card E-KYC કરી શકો છો. 

તમને જણાવી દઈએ કે, રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ E-KYC કરતી વખતે કેટલીકવાર error આવી જતી હોય છે. તો તેનાથી ગભરાવાના બદલે ફરીથી થોડીવાર બાદ પ્રયાસ કરવો. એટલું જ નહીં E-KYC કરતા પહેલા ચેક કરી લેવું કે આધાર કાર્ડ સાથે તમારો મોબાઇલ નંબર લિંક છે કે નહીં. કારણ કે આ પ્રોસેસ દરમિયાન ઓટીપીનો મેસેજ તમારા મોબાઈલ નંબર પર જશે, તેથી આધાર કાર્ડમાં તમારો હાલનો મોબાઈલ નંબર સૌથી પહેલા લિંક કરાવી લેવો.

google play storeમાંથી my Ration app ડાઉનલોડ કરો

સૌથી પહેલા google play storeમાંથી my Ration app ડાઉનલોડ કરી લો. my Ration aap દ્વારા ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો તેમજ રસીદ, આ ઉપરાંત અન્ય સેવાઓ જેમકે આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર ઇ કેવાયસી, અનલિંક મોબાઈલ, અનલિંક આધાર સહિતની વિવિધ સેવાઓને તમે આ એપ્લિકેશન દ્વારા તમારા મોબાઇલમાંથી જ જોઈ શકો છો.

આ પણ વાંચોઃ VIDEO: ભંગાર ખરીદતા ફેરિયાઓએ કરી ડિજિટલ છેતરપિંડી! લોકોએ ધોઈ નાખ્યો

Ration card E-KYC કરવા માટેના સ્ટેપ્સ:

-google play storeમાંથી my Ration aap ડાઉનલોડ કરો

-જે વ્યક્તિના નામનું રાશનકાર્ડ હોય, તેનો મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવો અને તે દાખલ કરો અને વેરીફાઈ કરો.

-ત્યારબાદ પ્રોફાઇલમાં જાઓ પછી પાસવર્ડ સેટ કરો અને રાશનકાર્ડ સાથે લીંક કરો.

-ત્યાર બાદ હોમ પેજ પર જઈને આધાર KYC ઓપ્શનને પસંદ કરો.

-નવી વિન્ડો ઓપન થશે, જેમાં આધાર ફેસ રીડરની લીંક આપેલી હશે. એ પહેલા આધાર ફેસ રીડર એપ્લિકેશન google play storeમાંથી ડાઉનલોડ કરી લેવી.

-પછી નીચે ચેકબોક્સ પર ક્લિક કરીને કાર્ડની વિગતો મેળવવી.

-પછી નવી વિન્ડો ઓપન થાય એટલે તેની નીચે કોડ આપેલો હશે. તે બાજુના ખાનામાં નાખવાનો રહેશે. ત્યારબાદ તમે જે રાશન કાર્ડ લિંક કર્યું છે, તેનો નંબર તથા કાર્ડના સભ્યોની વિગતો દેખાશે.

-હવે એક નાની વિન્ડો ઓપન થશે, જ્યાં કાર્ડના સભ્યોની વિગત અને આપેલા તમામ નામ સામે e-kyc થયું છે કે નહીં તેની વિગતો દેખાશે.

-અહીં આપેલા જે નામ સામે NO દેખાય છે, તેને e-kyc માટે પસંદ કરો.

-હવે તમારી સામે એક નવી વિન્ડો ઓપન થશે, તેમાં ચેકબોક્સ પર ક્લિક કરો અને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરી નાખો.

આ પણ વાંચોઃ ધો.11-12ના 2.50 લાખ વિદ્યાર્થીને સરકારની આ યોજના ફળી, આ રીતે તમે પણ ઉઠાવો લાભ

-ત્યારબાદ આધાર ફેસ રીડર એપ ચાલુ થશે. જે વ્યક્તિનું વેરીફાઇ કરવાનું છે તેની સેલ્ફી લેવાની રહેશે, જે એક ગ્રીન કલરમાં રાઉન્ડ થવું જરૂરી છે. આ દરમિયાન તમારે તમારી આખો બ્લિંક કરવાની છે.

-ગ્રીન રાઉન્ડ થઈ ગયા પછી જે વ્યક્તિનું e-kyc કર્યું હશે તે વ્યક્તિની ડિટેઈલ્સ આવશે.

-ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીને સબમીટ કરી દો. પછી સક્સેસફુલ મેસેજ આવશે.

-આમ તમારું Ration Card E-KYC સક્સેસફૂલી થઈ જશે.

નોંધઃ આ લેખ કેટલીક માહિતીઓને આધારે બનાવવામાં આવેલો છે, જેને ફોલો કરતા પહેલા તમારે તેના સ્ટેપ્સ સારી રીતે સમજી લેવા હિતાવહ છે.  

આ સમાચાર શેર કરો